________________
૧૧ મું ] પ્રાચીન ભાલિક ઉકલે
[ ૩૧૯ તાપી : “તાપી” નદીને ઉલ્લેખ મહાભારત કે રામાયણમાં થયેલો મળતો નથી, પરંતુ પુરાણોમાં મત્સ્ય, કૂર્મ, વાયુ, બ્રહ્માંડ અને માર્કડેય એને નિર્દેશ કરે છે.૧૦ સ્કંદપુરાણાંતર્ગત એક “તાપીમાહાએ” (ગુજ અનુવાદ) છપાયેલ છે, પરંતુ એ કેઈમોડાની રચના લાગે છે. ૬૧ તાપીનો આભિલેખિક ઉલ્લેખ નહપાનને જમાઈ ઉપવાદાતના નાસિકના અભિલેખ જેટલો જૂનો છે (ઈરવી ૧ લી સદી જેટલે). એણે નગરે, નદીઓ, તીર્થો ગણાવતાં, ઉપર બાણસાના વિષયમાં સૂચવાયું છે તે પ્રમાણે, ઈબા. પારાદા, દમણ, તાપી, કરણ અને દાહાનુકા નદીઓનો ઉલ્લેખ કર્યો છે. રાજશેખર કાવ્યમીમાંસામાં નર્મદા અને પષ્ણી વચ્ચે “તાપી' કહે છે ૩ તે આ નદી જ છે. તાપી વિંધ્યમાંથી નીકળી ખંભાતના અખાતના નાકે પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ગુજરાતની સમૃદ્ધ નદીઓમાંની આ એક છે અને નર્મદાની જેમ અંદર હોડીઓથી એને વેપારના માર્ગ તરીકે ઉપયોગ થતો હતો અને થાય છે. નર્મદાના ભરૂચની જેમ સુરત તાપી ઉપરનું જાણીતું નદી–બંદર છે.
પણી : મહાભારતના ભીષ્મપર્વમાં “પોષણ” નામની બે નદી મળે છે. ૧૪ આમાંની એક પોષ્ણી “ઇરાવતી” “વિતસ્તા” પછી અપાયેલી હેઈ, બી. સી. લે કનિંગહમને ઉલ્લેખ કરી જેનું ખંડન કરે છે તેવી, ૧૫યમુના નદીની એ શાખા હોઈ શકે; લૉએ એનું ‘વિદર્ભ” નામ પણ સૂચવ્યું છે, જયારે બીજી “મૈમરથી” અને “કાવેરી”ની પહેલાં આવતી હે ઈ દક્ષિણ ગુજરાતમાં વહી આવતી “પૂર્ણ” નદી હેવાની સારી એવી સંભાવના છે. રાજશેખરની કાવ્યમીમાંસાના સંપાદક ચિમનલાલ દલાલે, રાજશેખરે નર્મદા અને પોષ્ણી વચ્ચે તાપી કહી હોઈ પૂર્ણાને “પણ” કહી છે૨૭ એ અયુક્ત નથી લાગતું. આ પૂર્ણા નદી નવસારીને ઉત્તર પડખેથી થઈ આગળ જતાં પશ્ચિમમાં તાપી નદીને મળે છે. નળે દમયંતીને વિદર્ભને માર્ગ બતાવતાં વિગિરિ અને સમુદ્રગા “ પષ્ણને ખ્યાલ આવે છે, ૧૮ અર્થાત “
પણી વિંધમાંથી નીકળતી હોય એમ સમજાય છે. આરણ્યસ્પર્વના તીર્થયાત્રાવર્ણનમાં દંડકારણ્યમાં આવતાં મહાપુણ્યા “પ ષ્ણી નદી કહી છે. ૧૯ આગળ વળી વેણણા” અને “ભીમરથી પછી રમ્યતીર્થોવાળી “
પષ્ણ” કહી છે૭૦ વળી એ પયોષ્ણીને વિદર્ભરાજે સેવેલી કહી છે અને પછી આમૂર્તય રાજાએ, જેના કાંઠા ઉપર નૃગ રાજાએ ઘણું યજ્ઞ કર્યા હતા. ત્યાં એ પછી વૈડૂર્ય પર્વત અને નર્મદા નદી આવતાં હોવાનું કહ્યું છે ૭૨ પૂર્ણ એ જ પયોષ્ણી છે એવો પાર્જિટરે૭૩ આ પેલે અભિપ્રાય પણ આ સંદર્ભે જોતાં બરાબર લાગે છે. આ અભિપ્રાયને, ઉપર સચવાયા પ્રમાણે, રાજશેખરનું પણ બળ છે.