________________
૩૧૮]
ઇતિહાસની પૂર્વભૂમિકા થઈ શકતો નથી. રાજશેખર કાવ્યમીમાંસામાં પશ્ચિમ દેશમાં સરસ્વતી” “ભવતી અને “વાર્તાધી” પછી “મહી' કહે છે તે તે ગુજરાતની જ નહી” છે ૫૦ પ્રબંધકેશમાં રાજશેખરસૂરિએ વરતુપાલ વિશે વાત કરતાં “મહીતટીના પ્રદેશમાં ગેધા’ (ગોધરા) નામના નગરનું સુચન કર્યું છે. આજે પ્રદેશ તરીકે મહીકાંઠો સંકુચિત બને છે; રાજશેખરસૂરિ એવો કેઈ રાજકીય વિભાગ ધ્યાનમાં રાખીને નથી કહેતા.૫૧ મહી મધ્યપ્રદેશની ગિરિમાળામાંથી નીકળી આવી, અત્યારે રાજસ્થાનમાં સમાવિષ્ટ થયેલા ડુંગરપુર-વાંસવાડા જિલ્લાઓની વચ્ચેની સીમા રેખાએ પસાર થઈ, પંચમહાલમાં પ્રવેશ કરીને ખેડા જિલ્લામાં મોટાં મેટાં વાંધાઓના પ્રદેશમાં થઈ ખંભાતના અખાતમાં પડે છે, જ્યાં એનું “મહીસાગર નામ પ્રચલિત છે, પણ એ નોંધાયેલું જાણવામાં નથી.
પર્ણાશા (બનાસ): મહાભારતમાં અને પદ્મપુરાણમાં એક “પણુશા નદી નોંધાઈ છે. ૫૨ ભીષ્મપર્વમાં એ પૂર્ણાશા' છે તે પાઠાંતરથી “પર્ણાશા' છે.૫૩ પુરાણોમાં એ “વર્ણાશા' તરીકે પણ નોંધાઈ છે. ૪ કેમકે ભસ્ય અને વાયુને પાઠ વર્ણાશા' છે;૫૫ માર્કડેયમાં એ વેણાસા' કહેવાઈ છે, અને બ્રહ્મપુરાણમાં એ વેશ્યા છે. પ૭ “પર્ણાશા' એ સ્પષ્ટતઃ હાલની બનાસ છે, પણ બનાસ બે છે: એક બનાસ મધ્યપ્રદેશમાં ચંબલની શાખા છે ને એ પૂર્વગામિની છે, જ્યારે બીજી બનાસ ઉત્તર પશ્ચિમ ગુજરાતની છે કે પશ્ચિમ ગામિની છે. પર્ણાશા' પારિવાત્ર પર્વતમાંથી નીકળે છે, પણ એનાથી આ બેમાંથી કઈ બનાસ એ નકકી થઈ શકે નહિ. નહપાનના જમાઈ ઉષવદાતના નાસિકના અભિલેખ(ઈસ્વી ૧ લી સદી)માં એનાં તીર્થોમાંનાં દાનપુણ્યોને આરંભ બાણસા નદીથી થયો કહ્યો છે. ત્યાંથી પ્રભાસ સુધી જઈ ભરુકચ્છ, દશપુર, ગોવર્ધન અને પગમાં એણે પુણ્યદાન-બ્રહ્મભોજન કરાવ્યાં હતાં. આગળ ચાલતાં ઇબા, પારાદા, દમણું, તાપી, કરબેણ અને દહાનુકા નદીના કાંઠાઓ ઉપર પાણીની પર બેસાડી હતી, વગેરે ૫૮ ભૌગોલિક પૂર્વાપર સંબંધ જોતાં આ બાસા” ગુજરાતની બનાસ હોવા સંભવ છે મોડેનાં જૈન સાધનમાં બન્નાસા' કહી છે તે આ “પશા-વર્ણાશા-બાસા' જ છે. ૫૯ પુરાતનપ્રબંધસંગ્રહમાં ભીમદેવ ૨ જાના સમયમાં પાટણ ઉપર તુરુ ચડી આવ્યા ત્યારે બનાસ નદીના કાંઠેના “ગાડરી નામના સ્થાન પર રણક્ષેત્ર તૈયાર ક્યાનું નોંધ્યું છે. અહીં આ બનાસ જ કહી છે. એ મેવાડમાં આવી, નાથદ્વાર(જૂના સીંહાડ)ની પશ્ચિમે થઈ પહાડીમાંથી નીચે ઊતરી, ખરેડી (આબુરોડ સ્ટેશન)ની પશ્ચિમે થઈ બનાસકાંઠામાં ઊતરી આવી, કચ્છના રણમાં “સરસ્વતીની જેમ પથરાઈ જાય છે.