________________
પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ અધ્યાયમાં તરત જ કુરુક્ષેત્રને ઉલ્લેખ થયેલ છે. ૧૫ અર્થાત જ્યાં સરસ્વતી લુપ્ત થઈ તે જ ભાગ ત્રીજો સંગમ સાગર સાથે છે. બેશક, ત્યાં ક્ષિપ્ત ભાગમાં સરસ્વત્યબ્ધિસંગમ કહ્યો છે, પરંતુ ત્યાં સાહચર્ય “સરસ્વતીના પ્રભાતીર્થ'નું છે અને ચમસો ભેદ પણ ત્યાં જ કહ્યું છે, એટલે પ્રક્ષિપ્ત ભાગને ગણતરીમાં ન લઈએ તે પણ પ્રભાસ પાસેની સરસ્વતી તરી આવે છે. રત્નમણિરાવ ભીમરાવે વૈદિક સરસ્વતીને ખંભાતના અખાતમાં પડતી બતાવી છે, ૧૭ તે એનો એક ફોટો કચ્છના અખાતમાં પણ પડતા હશે. એમ શિવભેદ વગેરે તીર્થો એના મુખ પાસે હશે, પરંતુ ઉત્તર ગુજરાતની સરસ્વતી કે સૌરાષ્ટ્રની ગીરવાળી સરસ્વતીને અસલ સરસ્વતી સાથે કેઈ સંબંધ શક્ય નથી. અસલ સરસ્વતી બનાસકાંઠાને લગભગ વચ્ચેથી કેરી, નળસરોવરના પટમાંથી પસાર થઈ ખંભાતના અખાતને મળવાની શક્યતા નથી. સાબરમતીને તો એ પ્રાચીન સરસ્વતી સાથે કોઈ સંબંધ વિચારી શકાય એમ નથી. હકીકતે ઉત્તર ગુજરાતની સરસ્વતી અને દક્ષિણ સૌરાષ્ટ્રની સરસ્વતી ઘણું સમય પછી તે તે સ્થાને નામકરણ પામી લાગે છે. એ બેઉને વૈદિકકાલીન સરસ્વતી સાથે કોઈ પણ પ્રકારને સીધે કે આડકતરે પણ સંબંધ પુરવાર કરી શકાય એમ નથી; સિવાય કે ઉત્તર ગુજરાતની સરસ્વતીને વર્તમાન પ્રવાહમાર્ગ પ્રાચીનતમ સરસ્વતીના લુપ્ત થઈ ચૂકેલા પ્રવાહમાર્ગને લગભગ કાટખૂણે વધીને કચ્છના નાના રણમાં જઈ પહોંચે છે એટલું જ. એ તદન સ્પષ્ટ છે કે સ્કંદપુરાણના નિર્દેશ ખૂબ જ મોડાના છે અને તીર્થક્ષેત્ર તરીકે એ મુખ્યત્વે ઉત્તર ગુજરાતની સરસ્વતીનાં તીર્થ આપે છે.૧૮ ઉત્તર ગુજરાતમાં દીક ઠીક મોડેથી રચાયેલું “સરસ્વતીપુરાણ” એ આ ઉત્તર ગુજરાતની સરસ્વતી નદીના માહાભ્યને ગ્રંથ છે અને સ્કંદપુરાણથી પણ પછીના સમયને છે. રાજશિખર કાવ્યમીમાંસામાં કહે છે તે સરસ્વતી પણ ઉત્તર ગુજરાતની છે.૧૯ ત્યાં સરસ્વતી, શ્વભ્રવતી (સાબરમતી), વાર્તદની (વાત્રક), મહી, હિડિંબા વગેરેના કમથી એ સ્પષ્ટ છે. સિદ્ધપુર પાસે ચેડામાં એ પૂર્વવાહિની બને છે એને ઉલ્લેખ હમીરભદમદન' નાટક(ઈ.સ. ૧૩ મીને પૂર્વાર્ધ)માં સિંહરિએ કર્યો છે.૨૦ ત્યાં જૂના સમયથી કાર્તિકી પૂર્ણિમાને મેળો ભરાય છે. રામાયણ-કિકિંધાકાંડમાં “સરસ્વતી' “સિંધુ' એવો ક્રમ આવે છે એ તે ત્યાં વૈદિકી પરિપાટીની સરસ્વતીને ઉદેશી નાંધાયો હેવાનું શંકાતીત છે.
રકંદપુરાણના પ્રભાસખંડમાંના પ્રભાસક્ષેત્રમાહાભ્યમાં પ્રાપ્ત થતી સરરવતી તે ગીરમાંથી વહી આવતી સરસ્વતી છે, અને એ “હરિણું “જિણી ચંકુ “કપિલા” અને “સરસવતી’ એવાં પાંચ નામે પ્રગટ થયેલી ત્યાં કહી છે,૨૩