________________
૩૧૪] ઈતિહાસની પૂર્વભૂમિકા
પ્ર. ભૂગર્ભમાં પસાર થતી આ નદીને શિવભેદ, નાગભેદ, ચમસદ તીર્થોમાં પ્રગટ થયાનું કહ્યું છે. સિંધુતીર્થના સાહચર્યને કારણે કચ્છના રણમાં આજની ઉત્તર ગુજરાતની સરસ્વતી પથરાય છે ત્યાં જેમ “સમસ ” તીર્થને સંબંધ છે તે જ પ્રમાણે પછી પ્રભાસના સાહચર્યને કારણે ત્યાં પણ ચમસભેદ તીર્થને સંબંધ છે. સુરાષ્ટ્રનાં તીર્થ ગણાવતાં પ્રભાસ પાસે “ચમસન્મજજન” (પાઠાંતરથી ચમ ભેદ') તીર્થ કહ્યું છે, પણ સરસ્વતીને નિર્દેશ નથી;૧૦ શયપર્વમાં પણ પ્રભાસ પામે “ચમ ભેદ પાઠથી જ એ તીર્થ કહ્યું છે.૧૧ આ પાછલા પર્વમાં પ્રભાસને “સરવતી' ઉપરનું એક તીર્થ કહ્યું છે. આમ બે ભિન્ન સ્થળો સાથે સરસ્વતીને સંબંધ મહાભારતમાં જોવા મળે છે.
આજે ગુજરાતમાં બે સ્થળેએ “સરસ્વતી નામની નદીઓ છે : એક અંબાજી પાસે આડાવલીની ગિરિમાળામાંથી કેટેશ્વર નજીક ઝરણાના રૂપમાં નીકળી, નદીરૂપે સિદ્ધપુર પાસે બેડામાં પૂર્વવાહિની થઈ, પછી તરત જ પશ્ચિમવાહિની બની, આગળ પાટણની ઉત્તર પૂર્વ-પશ્ચિમ વહેતી, લાબો પંથ કાપી કચ્છના રણમાં વિલુપ્ત થઈ જાય છે, બીજી દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીરના ડુંગરાઓમાંથી નીકળી, દક્ષિણ દિશાએ પ્રાચતીર્થ પાસે થેડીક પૂર્વગામિની બની, નજીકમાં જ પાછો વળાંક લઈ પશ્ચિમેગામિની થઈ દેહોત્સર્ગ નજીક પ્રભાસ પાસે હરણ નદીમાં ત્રિવેણી સંગમ આગળ મળે છે. શયંપર્વમાં બ્રહ્મસર પાસેથી નીકળી વસિષ્ઠને પિતામાં વહાવી વિશ્વામિત્ર પાસે મૂક્યા એવી જે અનુકૃતિ બેંધી છે૧૩ તેના મૂળમાં તે ઉત્તર ગુજરાતની સરસ્વતી લાગે છે. એના ઉપર ચમસદ, શિભેદ, નાગો ભેદ તીર્થો તે પણ કચ્છના રણની નજીકનાં શક્ય છે. ચમસન્મજજન' (પાઠાંતરથી ચમ ભેદ') પાછું પ્રભાસ પાસે કહ્યું હોઈ ત્યાં ગીરવાળી “સરસ્વતી’ સમજવી રહે છે. આમ વૈદિકી સરસ્વતી લુપ્ત થયા પછી ભારે માટે સમય પસાર થયા બાદ ગુજરાત-સૌરાષ્ટ્રમાં બે નદીઓને એ નામ મળ્યું અને એ પણ પ્રાચીન સરસ્વતી જેટલી પવિત્ર ગણાઈ. શ્વેદના ખિલ સૂક્તમાં પ્રાચી સરસ્વતી અને સેમેશ્વરની વાત કરી છે તે પ્રભાસની નિકટતા બતાવે છે એ અહીં ધ્યાનમાં રાખવા જેવું ખરું. ૩. મહાભારતમાં સરસ્વતીને લગતા ત્રણ સંગમ કહેવામાં આવ્યો છે : સરસ્વતી-અરુણાસંગમ, સાદે સરસ્વતી સંગમ, અને સરરવતીસાગરસંગમ. આમાંને પહેલે સંગમ અરુણા નદીને સમજાય છે, પરંતુ સ્થાન પકાડતું નથી. બીજે સંગમ માત્ર “સરસ્વતીને કહ્યો છે, બીજી કઈ નદી કે સમુદ્ર વિશે ત્યાં કશું નથી, જયાં ચૈત્ર સુદિ ૧૪ ને દિવસે બ્રહ્માદિ દેવ અને ઋષિએ આવ્યાનું લખ્યું છે; આનું સ્થાન પકડાય એમ છે, કારણ કે પછીના