________________
}}
સૌરાષ્ટ્ર
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
પુરાતન કાળમાં સૌરાષ્ટ્ર પણ ચારે બાજુએ પાણીથી વીંટાયેલા દ્વીપ હતા. કચ્છના નાના રણ અને ખંભાતના અખાત વચ્ચે ભાલ-નળકાંઠાને નીચી ભૂમિના પ્રદેશ આવેલા છે. ત્યાં પહેલાં સમુદ્રની ખાડી હતી.૧૧ લૂણી, બનાસ, સરસ્વતી, રૂપેણુ, સાબરમતી વગેરે નદીએ વાટે સતત જમા થતા કાંપને લઈ ને એ છીછરી ખાડી પુરાઈ જતાં ઉત્તરપૂર્વ સૌરાષ્ટ્ર ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડાઈ ગયુ૧૨ તે સૌરાષ્ટ્રના દ્વીપ દ્વીપકલ્પ બની ગયેા. ભાલ–નળકાંઠાની જમીનસપાટી ઘણી નીચી હેાવાથી ચેામાસામાં એના ધણા ભાગ જળબંબાકાર થઈ જાય છે. નળકાંઠામાં નળ સરોવર નામે મેાટુ' સરાવર છે તે એ પુરાઈ ગયેલી ખાડીના અવશેષ–ભાગ છે. ૧૩ સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના વિસ્તાર લગભગ ૫૯,૩૬૫.૩૯ ચારસ કિ. મી. (૨૨,૯૨૧ ચેારસ માઈલ) જેટલા છે.
તળ-ગુજરાત
ભૌગાલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્રને ઘણી વાર દ્વીપકલ્પીય ગુજરાત’ તરીકે અને ગુજરાતના બાકીના ભાગને ‘મુખ્યભૂમિ ગુજરાત’ તરીકે ઓળખવામાં આવે છે. ‘મુખ્યભૂમિ ગુજરાત'ને સામાન્ય રીતે ‘તળ–ગુજરાત' તરીકે પણ ઓળખવામાં આવે છે.
તળ–ગુજરાતના પ્રદેશ એની પશ્ચિમે આવેલા કચ્છ અને સૌરાષ્ટ્રના પ્રદેશ સાથે ભાષાકીય, સાંસ્કૃતિક તથા વહીવટી દષ્ટિએ ગાઢ રીતે સંકળાયેલા છે. પ્રાકૃતિક ભૂગાળની દૃષ્ટિએ એ કચ્છ અને સૈારાષ્ટ્રની જેમ અલગ એકમ તરીકે તરી આવતા નથી, છતાં એ ઉત્તરે આડાવલી (અરવલ્લી), પૂર્વે વિધ્ય અને દક્ષિણે સહ્યાદ્રિ પર્વતમાળાઓ દ્વારા પડેશના પ્રદેશા(મારવાડ, મેવાડ, માળવા, ખાનદેશ, મહારાષ્ટ્ર, કાંકણુ વગેરે)થી પ્રાકૃતિક રીતે ઘણે અંશે અલગ પડે છે. પશ્ચિમે એ કચ્છના મેાટા રણ તથા નાના રણની પૂર્વ સીમા દ્વારા કચ્છથી અને ભાભ~નળકાંઠા દ્વારા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પથી અલગ પડે છે; મહીના મુખથી દમણગંગાના મુખ નજીક સુધીની એની પશ્ચિમ સીમા ખંભાતના અખાત તથા અરખી સમુદ્રના તટને આવરી લે છે. ભાષા, સંસ્કૃતિ અને વહીવટની દૃષ્ટિએ એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પડેાશી પ્રદેશાથી લગભગ અલગ રહેલા છે. ગુજરાત રાજ્યની વર્તમાન સીમા અનુસાર તળ–ગુજરાતને વિસ્તાર હાલ લગભગ ૮૩,૫૬૩.૭૬ ચારસ કિ. મી. (૩૨,૨૬૪ ચેારસ માઈલ) જેટલા છે.