________________
ઉં
ભોગાલિક લક્ષણા
fr
રઘુ સહ્યું કામ ૧૮૧૯ માં ધરતીકંપના કુદરતી ઉપદ્રવ વડે પૂરુ' થયું'. કારીનાળની પશ્ચિમે આવેલ મેટા વિસ્તારની જમીન નીચે નમી જતાં ત્યાં એકાએક ખારુ પાણી ફરી વળ્યું; અને સાથેસાથે મેટા રણમાં ૫.૫ મીટર (૧૮ ફૂટ) ઊંચા, ૮૦ કિ. મી. (૫૦ માઈલ) લાંખા અને ૧૬ થી ૨૪ કિ. મી. (૧૦ થી ૧૫ માઈલ) પહેાળા જમીનનેા વિસ્તાર ઊંચા ઊપસી આવતાં, સિંધુનાં વહેણ આડે એવા કુદરતી બંધ બંધાઈ ગયા કે સિ ંધુનાં પાણી હ ંમેશને માટે કચ્છમાં આવતો અટકી ગયાં. આનાથી સિંધને વધુ લાભ થયા તે એથી ત્યાંના લેાકાએ એને અલ્લાહને બંધ' (અલ્લાહના બંધ) તરીકે બિરદાવ્યેા. નદીઓના કાંપથી અને ધરતીકંપથી આમ દરિયાની ખાડી તથા નદીઓનાં પાત્ર પુરાતાં ગયાં ને કચ્છને એ પ્રદેશ ફળદ્રુપ મટી ખારાપાટ થવા લાગ્યા.
ચેામાસામાં જળબંબાકાર થતા એ પ્રદેશ શિયાળામાં સુકાવા માંડે છે ત્યારે એની સપાટી ઉપર તથા એની નીચેના સ્તરમાં ખારના પે।પડા જામે છે. રણના ખારથી છવાયેલા ભાગ ખારા’કહેવાય છે. જ્યાં રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિશ્ર થયેલા કાળેા અને ધણા કડવા ક્ષાર હાય છે તે જમીનને ખારીસરી’ કહે છે. રણના ઊંચા ભાગ ‘લાણાસરી' કહેવાય છે. એ જમીન ચેામાસા પછી લાંબા વખત લગી સુકાતી નથી તે એના પર ધાળી છારી બાઝે છે. ઝાકળ પડતાં એ તરત જ ભીની થઈ જાય છે.
મેટું રણ પૂર્વપશ્ચિમ લગભગ ૨૫૬ કિ. મી. (૧૬૦ માઈલ) લાંબું અને ઉત્તરદક્ષિણુ લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) જેટલું પહેાળું છે. નાનું રણુ પૂર્વ પશ્ચિમ લગભગ ૧૨૮ કિ. મી. (૮૦ માઈલ) લાંખું અને ઉત્તરદક્ષિણ ૧૬ થી ૬૪ કિ. મી. (૧૦ થી ૪૦ માઈલ) પહેાળુ છે.૧૦ રણમાં ઝાંઝવાં દેખાય છે. મેાટા રણને દક્ષિણ કિનારે ત્રણ મેટા ટાપુ આવેલા છે ઃ પચ્છમ, ખડીર અને પ્રાંથડ (ખેલા). પચ્છમમાં દક્ષિણે બન્નીનેા રદ્દીપકલ્પ છે.
કચ્છની મુખ્ય ભૂમિમાં ભૂજ તાલુકાની ઉત્તરે બન્ની અને ખાવડાના અનેલા પચ્છમ નામે પ્રદેશ આવે છે, જેમાં વસ્તી ઘણી ઓછી છે. આ પ્રદેશની ત્રણ બાજુએ મેટું રણ આવેલું છે. ચેામાસામાં એની દક્ષિણે પાણી ભરાતાં એ ટાપુ થઈ જાય છે. વાગડની ઉત્તરે પ્રાંથડ નામે એવા દ્વીપકલ્પ છે, જે પણ ચામાસામાં ટાપુ બની જાય છે. એનુ મુખ્ય ગામ ખેલા છે. ખાવડા અને પ્રાંથડની વચ્ચે ખડીર નામે ટાપુ આવેલા છે. એની ચારે બાજુ રણ આવેલુ છે, જેમાં ચામાસામાં પાણી ભરાઈ જાય છે.