________________
૧૦ શું] પ્રાચીન ભોગેલિક એ
સુરાષ્ટ્રમાં. “આનર્ત ”ના સ્થળનિર્દેશ માટે હરિવંશમાં કહ્યું છે કે વૈવસ્વત મનુને નવ પુત્ર થયા હતા તેમનામાંના શર્યાતિને આનર્ત અને સુકન્યા નામનાં બે સંતાન થયેલાં; આનર્તને પુત્ર રેવ હતો, આનર્ત દેશ
આનર્ત” હતા અને કુશસ્થલી એની રાજસ્થાની હતી; રેવને કકુદી રેવત નામને મેટો પુત્ર હતો, જેનું કુશસ્થલીમાં રાજ્ય હતું. ૧૫ અને સભાપર્વમાં જણાવ્યા પ્રમાણે ઉજજડ થઈ ગયેલી કુશસ્થલીના સ્થાન ઉપર તારવતી વસાવી હતી, તે જ દ્વારકાને પછીથી, કૃષ્ણના જણાવ્યા પ્રમાણે, શિશુપાલે સળગાવી મૂકી હતી.૧૭ અને ઉપર જોયું કે આરણ્યકપર્વ પ્રમાણે ધારવતી “સુરાષ્ટ્રમાં છે. હરિવંશના પ્રક્ષિપ્ત વિભાગમાં જોવા મળે છે કે હર્યશ્વને જેનું મુખ્ય મથક “ગિરિદુર કરવામાં આવ્યું હતું તે “સુરાષ્ટ્રની સત્તા એના સસરા મધુ દાન આપી ત્યારે એ વિશાળ “આનર્ત નો સ્વામી બનશે એમ પણ કહ્યું છે એ “સુરાષ્ટ્ર' તે “સમુદ્રાપભૂષિત” હતો, એટલે કે સમુદ્રકાંઠાને જલસમૃદ્ધ (ગા) હતો અને ત્યાં વિસ્તારવાળું આનર્ત રાષ્ટ્ર પણ હતું.૧૮ હરિવંશના પ્રક્ષિપ્ત અંશની પાછળ જે કઈ અનુશ્રુતિ હશે તેણે
સુરાષ્ટ્ર” અને “આનર્ત ને નજીક નજીકના ગણ્યા છે, જ્યારે મહાભારત પ્રમાણે ઠારવતી “ સુરાષ્ટ્રમાં પણ હતી અને એ “આનર્તનગર' હાઈ “ આનર્ત' દેશની રાજધાની હતી, અર્થાત “આનર્ત ”માં “સુરાષ્ટ્ર'નો સમાવેશ થઈ જતો. હતો. વાયુપુરાણ કરછ, સુરાષ્ટ્ર, અર્બદ અને આનર્તને “અપરાંત”ની અંતર્ગત રહેલાં કહે છે. ૧૯ મેડેનાં પુરાણેને બહુ ધ્યાનમાં ન લઈએ તોયે એક વાત સ્પષ્ટ છે કે પછીના સમયમાં “આનત” અને “સુરાષ્ટ્ર” અલગ અલગ પ્રદેશ હોય એવું સૂચવે છે. આ અર્થમાં “આનર્ત” નામ ઉત્તર ગુજરાત માટે પ્રયોજાયું..
આ પ્રસંગમાં એ વાત નોંધવાલાયક છે કે લાટ પ્રદેશને સંપૂર્ણ રીતે જાણ રાજશેખર એની કાવ્યમીમાંસામાં પશ્ચિમના દેશોની ગણતરી કરતી વેળા “દેવસભ” “સુરાષ્ટ્ર” “દશેરક” “ત્રવણું “ભૃગુકચ્છ' “કચ્છીય' “આનર્ત”
અબુંદ' બ્રાહ્મણવાહ “યવન વગેરે સૂચવે છે, જેમાં “ભૃગુકચ્છ” અને “આનર્ત બે જુદા દેશ કહ્યા છે, પણ ત્યાં “લાટ” નથી કહ્યો. એના મનમાં તળ-ગુજરાતના ઉત્તર-દક્ષિણ બે ભાગ હોય અને એ અનુક્રમે “આનર્ત અને “ભૃગુકચ્છ.” વલભીના મૈત્રકોનાં સંખ્યાબંધ દાનશાસનેમાં વડનગરનાં “આનંદપુર અને “આનર્તપુર’ એવાં બે નામ જોવા મળે છે. મહાભારતનું “આનર્તપુર” કે આનર્તનગર દ્વારવતી હતું એ વાત ભુલાઈ ગઈ છે અને ઉત્તર ગુજરાતના વડનગરને માટે એ સંજ્ઞા વ્યાપક બની ગઈ છે એ રાજશેખરના “આનર્ત