________________
ર૭૨].
ઇતિહાસની પૂર્વભૂમિકા ૬. દસ દાસ બંધુઓ(દશાહ) ઉલ્લેખ ઘટ જાતકમાં છે (E. B. Cowell, Jataka Stories, Vol. IV).
૭. યાદની શાખા ભોજો, વૃષ્ણિ અને અંધક હતી. જૈન અનુકૃતિમાં દ્રાવતીના ના અંધકવૃષિ અને ભોજવૃષ્ણિ નામે વ્યક્તિઓ હતી. રાજા અંધકવૃષિણ અને શિવાના દસ પુત્રોમાંના એક પુત્ર સમુદ્રવિજય અરિષ્ટનેમિના પિતા થાય.
અરિષ્ટનેમિનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું, પણ લગ્નેન્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થતાં એમણે રૈવતક પર દક્ષા લઈ ઉજજયંત પર તપસ્યા કરી. દ્વારવતીના અનેક ચાદવોએ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. - હારવતી આવ્યા પહેલાં યાદવો મથુરા પાસે આવેલા શૌરિયપુરમાં નિવાસ કરતા. શોરિયપુરના અનેક રાજાઓમાંના એક રાજા તે વસુદેવ. વસુદેવની પત્નીઓ રહિણી અને દેવકી; રોહિણીના પુત્ર બલરામ અને દેવકીના કૃષ્ણ.
દ્વારવતીના અગ્રગણ્ય જનમાં સમુદ્ર આદિ દસ દશાહ, બલરામ આદિ પાંચ વીરે, ઉગ્રસેન આદિ ૧૬ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરેડ કુમાર, વીરસેન આદિ ૨૧ હજાર વીર પુરુષ, રૂકમિણું આદિ ૧૬ હજાર દેવીઓ તથા અનેક હજાર ગણિકાઓને ઉલ્લેખ જૈન આગમાં અનેક વાર કરે છે. આ બધા પર કૃષ્ણ વાસુદેવનું આધિપત્ય હતું.
દ્વારકાના વિનાશને લગતી જેન અનુકૃતિઓ આ પ્રમાણે છે: અરિષ્ટનેમિની આગાહી મુજબ ૧૨ વર્ષ પછી દ્વારવતી નગરી દ્વીપાચન, અગ્નિ અને મદિરાનાં કારણોસર નાશ પામી. અરિષ્ટનેમિની આગાહી સાંભળી યાદવોએ દીક્ષા લીધી.
૮. પુણેની વંશાવળીમાં ચિત્રક અને ઐવિષ્ઠાના પુત્રોમાં અરિષ્ટનેમિનું નામ આવે છે. આ અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થાય. જુઓ વંશાવળી.
દેવ ઇન્દ્રની કૃપાથી યદુ અને તુવંશ સમુદ્ર ઓળંગવા શક્તિમાન થયા હોવાને નિર્દેશ વેદ (૧. ૧૭૪. ૧; ૪. રૂ. ૧; ૫. 31. ૮; ૬. ૨૦. ૧૨) માં છે. બે નિર્દેશ (૧. ૧૭૪. ૧; ૬. ૨૦. ૧૨) માં “સમુદ્રને” ગર્જના કરતો અને ધસી આવતે કહ્યું છે. યદુ અને તુવંશ દૂરથી આવ્યાને ઉલેખ પણ દ ( ૬. ૪. ૧) કરે છે. જદના આ નિર્દેશમાં “સમુદ્ર અને દૂર” શબ્દ પરથી વિદ્વાને અનુમાન તારવે છે કે યદુઓ વિદેશથી આવ્યા હતા.
પરંતુ ગ્રિફિથના મંતવ્ય અનુસાર દૂરને દેશ ભારતવર્ષની બહાર નહિ હોય; એ ભારતવર્ષને જ કેઈ દૂરનો ભાગ હ વધુ સંભવે છે. એ દૂરના ભાગથી લડવા પદુઓ પરુષ્ણી (રાવ) નદીને કાંઠે આવ્યા.
એવી જ રીતે “સમુદ્ર એટલે દરિયો નહિ, પણ ખૂબ વિસ્તૃત જળપટ, અર્વાચીન ભારતીય ભાષાઓમાં ફરિયા” સમુદ્રના અર્થમાં વપરાય છે ને “તાર' વિશાળ તળાવના અર્થમાં. દા. ત. જામનગરનું રણજિતસાગર (તળાવ).
20. F. E. Pargiter, Ancient Indian Historical Tradition, p, 259 31 જ વંશાવળી.
બી.