________________
૭ મું આઘઐતિહાસિક સંસ્કૃતિએ
૧૭ નિર્ણયાત્મક રીતે પુરવાર કરી આપે છે કે મણિયાર અહીં કામ કરતા હતા,
જ્યારે બાજુના ઓરડાઓમાં જોવામાં આવેલાં એમનાં ઓજારો અને ઘરાળુ વાસણો સૂચવે છે કે એ કારીગર વસ્તુતઃ કારખાનાના વિસ્તારની અંદર રહેતા હતા. તબક્કા ૪નું ગણાય તેવું મહત્ત્વનું બીજું કારખાનું તે નીચલા નગરની ઉત્તર કિનારીએ બાંધેલું તામ્રકારનું છે. કમનસીબે ઉપરના બાંધકામની કઈ ભાળ મળતી નથી અને મકાનના પૂરા રેખાંકનનો ખ્યાલ મેળવો મુશ્કેલ છે, આમ છતાં એવું બતાવવાને પૂરતો પુરાવો છે કે એક જ છત્ર નીચે કેટલાયે તામ્રકાર અહીં કામ કરતા હતા. તાંબાના ગઠ્ઠા ઓગાળવાને માટે માટીની પકવેલી કુલડી, કાટોડાને ગટ્ટો અને તાંબાનું પતરું નજીકમાં જ બાંધવામાં આવેલી ગોળાકાર ભઠ્ઠીની નજીકમાં મળી આવ્યાં હતાં. ભઠ્ઠીથી થોડે અંતરે દરેકમાં ઘડા- ભઠ્ઠી હોય તેવી એકબીજા સાથે જોડાયેલી, ઈટોની ફરસબંધીવાળી, પાંચ કુંડીઓ મળી આવી છે. સ્પષ્ટતઃ મૂડી અને કાચો માલ પૂરો પાડનારા સહ-કારીગર કે મૂડીદાર વેપારીની દેખરેખ નીચે ધાતુના કારખાનામાં ઓછામાં ઓછા છ જેટલા ધાતુકાર સાથે કામ કરતા હોવા જોઈએ. શાસકના લેપને પરિણામે સંખ્યાબંધ કારીગરોને કામે લગાડતા વચલા વેપારીને પ્રવેશ લેથલનાં તબક્કા ૪ નાં મણકા અને ધાતુના કારખાનામાંથી સૂચિત થાય છે.
વેપાર અને ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે લોકોએ નવેસર કરેલા પુનઃપ્રયત્ન છતાં તબક્કા રૂ ના અંતે પૂરને કારણે આંતરિક પડતી આવી ચૂકી હતી અને આ પડતી તરફની ગતિને અટકાવનારાં કોઈ સાધન હતાં નહિ. નગર કદમાં સંકોચાયું અને સગવડવાળાં મકાનોની સંખ્યા તબક્કો ૪ (ઈ. પૂ. ૨૦ ૯-૧૯૦૦) માં ક્ષીણ થઈ. વારંવારનાં પૂર અને જમીનની વધતી જતી ખારાશને લઈને ઝડપી બનેલી, સિંધુ સભ્યતાની સાર્વત્રિક પડતી, ખરાબ સજાવટનાં મકાનની, કંગાલ રીતે નભતાં જાહેર કામોની, ઊતરતી કાટીનાં માટીનાં પાત્રોની અને
જશેખના માલની અછતમાં પ્રતિબિંબિત થાય છે. કુદરતી આફતમાંથી ઉગારે તેવાં જાહેર કામને ટકાવી રાખવા માટે પહેલ કરી શકે તેવ, નાગરિકોને આદર ધરાવનારે, કોઈ રાજકીય નેતા નહેતે રહ્યો. હવે ધમેં રાજકારણ કરતાં વધુ મહત્વનો ભાગ ભજવ્યો એ નીચલા નગરમાં રહેલી અગ્નિવેદીઓની વિપુલતા પરથી તથા ઉપરકોટમાં પણ એના પ્રથમ વાર હોવાપણ પરથી સમજાય છે. કદાચ અગ્નિપૂજક કેમે બીજાઓ ઉપર આધિપત્ય મેળવ્યું હતું. ' સમધારણ વરસાદનાં વર્ષો દરમ્યાન લોથલના રહેવાસીઓ પૂરથી બીતા નિહેતા, કારણ કે એમનાં મકાન અંશતઃ ચાલુ કબજાને પરિણામે તેમજ અંશતઃ