________________
૧૭૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
tપ્ર. કરવાનાં અને મોટા પ્રમાણ ઉપર મકાને ફરી બાંધવાનાં પૂરતાં સાધન નહોતાં. માનવોનાં અને સાધનસામગ્રીનાં સાધનોને એકત્ર કરી શકે અને સમગ્ર નગરને ફરી બાંધવાના સર્વ સામાન્ય હેતુ માટે સહકારી ભૂમિકા ઉપર શ્રેમને વ્યવસ્થિત કરી શકે તેવી નેતૃ–પ્રતિભાના અભાવને લઈને જેવાતેવાં બાંધકામ થયાં અને પરિણામે નાગરિક ધારણ ઠીક ઠીક ઊતરી ગયું. જેઓ પાછાં ફર્યા તેઓ પૂરના ભંગાર ઉપર બાંધેલાં હલકા પ્રકારનાં કાચી ઈંટોનાં મકાનોમાં રહેવા લાગ્યાં. આમ છતાં, ઉપરકોટની તદ્દન ઉપેક્ષા કરીને તેઓએ નીચલા નગરમાં માગે અને ગલીઓના મૂળ તલમાનને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઉપરકોટમાં હવે સત્તાનું અધિષ્ઠાન રહ્યું નહતું, અને એ કુંભારો, રંગારા અને બીજા કારીગરનું નિવાસસ્થાન બની ગયો હતો. અગાઉનાં જાહેર ગટર, ભૂગદા, પાણી–ઢાળિયાં અને ખાળકૂવા ભંગાર નીચે દટાઈ ગયાં હતાં અને ત્યાંના નિવાસીઓને સમગ્ર નગરમાંથી મેલું સાફ કરવાને માટે નાના ખાળકૂવાઓથી સંતોષ માનવો પડ્યો.
એમની હસ્તી માત્રને આધાર સમુદ્રપારના વેપાર ઉપર રહેલા હોવાને કારણે વસાહતીઓએ ધક્કાની મરામત કરી અને નગરથી બે કિલોમીટરનું અંતરે દૂર ખસી ગયેલી નદીની સાથે તળને જોડવાને માટે નવી અંતર્ધા–પરનાળ ખોદી. ખૂબ વિચાર અને ભારે શ્રમ માગી લેતા આ પગલાથી ભરતીને સમયે ધક્કામાં નાનાં વહાણ આવી શકે એની સગવડ થઈ. વેપાર નિઃશંક પુનર્જીવિત થયે, પરંતુ એનું પ્રમાણ એટલું બધું ઘટી ગયું હતું કે વેપારીઓને ભારે નુકસાન પામેલી વખાર બાંધવાની જરૂરિયાત લાગી નહિ. વસ્તુતઃ ઈ. પૂ. ૨૦૦૦ પછી, રાજ્યના અર્થકારણમાં એક વાર જેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે ભવ્ય ઈમારતના નિર્માણને મૂળ હેતુ જ લુપ્ત થશે.
થોડા સમય પછી, જેમાં એક જ ધંધાના કેટલાય કારીગર રહે અને એક જ છત્ર નીચે કામ કરે તેવાં, વિશાળ કારખાનાં સ્થાપીને હાથીદાંત અને છીપનું કામ, મણકા-કામ અને ધાતુકામ જેવા કેટલાક સ્થાનિક ઉદ્યોગોને પુનર્જીવિત કરવાને એ લેકેએ ગંભીર પ્રયત્ન કર્યો. વિભાગ ૪ માં કામદારોનાં નિવાસસ્થાન અને મધ્યવર્તી કેદ્ર સાથેનું મણકાનું કારખાનું નવા ઔદ્યોગિક સાહસનું સારું ઉદાહરણ પૂરું પાડે છે. અકીકના કંકરની કાચી સામગ્રીને પરિપકવ કરવા માટે મુખ્ય કારખાનાના મકાનની બહાર એક ભઠ્ઠી પણ બાંધવામાં આવી હતી. કારખાનાની કોઢમાં, ઘડતરની વિવિધ ભૂમિકાઓમાંના અર્ધ-કિંમતી પથ્થરોના મણકા ધરાવતા, બે ઘડા દટાયેલા મળ્યા છે એ હકીક્ત