________________
છ મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ
[ ૧૨ કોતરવામાં આવ્યાં છે તેવી નળાકાર મુદ્રાઓ ઉપયોગમાં લેતા હતા, જ્યારે બહેરીનના ટાપુઓમાં રહેતા ભારતીય વેપારીઓ સિંધુ લિપિ કે ભાવવાળી વર્તુલાકાર મુદ્રાઓ વાપરતા હતા. કેટલીક (ચેરસ ઘાટની ) સિંધુ મુદ્રાઓ સુમેરનાં શહેરમાં મળી આવી છે, પરંતુ સુમેરની ઘણી થેલી મુદ્રાઓ સિંધુ શહેરમાં મળી છે. ભારત-સુમેરી વેપાર જેને વ્યવહાર અક્કડી કાલમાં સીધે ચાલતો હતો, પરંતુ ઈસિન–લાસા સમયમાં સીધે રહ્યો નહિ તે વેપારમાં સિંધુ વેપારીઓએ શો ભાગ ભજવ્યો હતો એ અવેલેકવું જરૂરી છે. સુમેરની માટીની તકતીઓ ઉપરનાં લખાણે ઉપરથી એ. એલ. ઓપેનહાઈમ એવા નિર્ણય ઉપર આવ્યા છે કે અગેડના સાર્ગોનના સમય(ઈ. પૂ. ૨૩૫૦)માં દિલમૂન, મગન અને મેલુહાથી આવતાં વહાણ અગેડના બંદરમાં નાંગરતાં હતાં, પરંતુ ઈ. પૂ. ૨૧૦૦ના સુમારમાં મેલુહા અને ઉર વચ્ચેની વેપાર-શંખલા એકાએક તૂટી ગઈ હતી. આના પછી ઉરનો મગન સાથેનો સંપર્ક પણ ચાલ્ય ગયો હતો અને જેની ઓળખ માત્ર અટકળનો વિષય છે તેવા દિલમૂને સમુદ્રપારના સમગ્ર વેપારને પોતાનો કરી લીધે હતો. પ્રો. જી. બિબ્બી ૧૨ દિલમૂનને બહેરીનના ટાપુ તરીકે ઓળખાવે છે, જ્યારે પ્ર. એસ. એન. કેમરી એને લોથલ સહિતની સિંધુ સભ્યતાની ભૂમિ તરીકે ઓળખાવે છે. સુમેરના ગ્રંથો પ્રમાણે દિલમૂન “સ્વચ્છ નગરીઓની ભૂમિ......અને ઊગતા સૂર્યની ભૂમિ” હતું. ત્યાં હાથીઓ છૂટથી ઘૂમતા હોવાનું કહેવાતું. આ વર્ણન બહેરીનના ટાપુઓ કરતાં સિંધુ નગરીઓની, ખાસ કરીને લેથલની, બાબતમાં વધુ બંધબેસતું આવે છે, કેમકે એ સુમેરની પૂર્વ દિશાની ભૂમિ છે કે જે “ઊગતા સૂર્યની ભૂમિ' તરીકે જાણીતી હોવી જોઈએ. વળી સૌરાષ્ટ્ર એના હાથીઓ અને હાથીદાંત માટે જાણતો હતો, પરંતુ બહેરીનનો ટાપુ ઈ.પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીમાં કે એનાથી વધારે વહેલો હાથીઓનું નિવાસસ્થાન નહોતો. કસ્યયુગના જગતમાં સિંધુ શહેરની સ્વચ્છતાને ક્યાંય નહોતો, આથી એ અસંભવિત નથી કે સુમેર ગ્રંથોમાંનું દિલમૂન સિંધુ સભ્યતાને ભૂભાગ હતું. આમ છતાં જો દિલમૂનને બહેરીને તરીકે ઓળખવામાં આવે તો મગન કે મક્કનને મકરાણને કાંઠે અને મેલુહાને સિંધુખીણ ગણવાં જોઈએ. ગમે તેમ છે, એમાં લેશ પણ શંકા નથી કે સિંધુ બંદરોએ, ખાસ કરીને લોથલે, એક બાજુ ઈરાની અખાતના ટાપુઓ અને સુમેરનાં શહેરે સાથે અને બીજી બાજુ ભારતના પશ્ચિમ કાંઠા સાથે સમુદ્રપારના વેપારમાં મહત્ત્વને ભાગ ભજવ્યો હતો.
લેથલમાં ઘણું વિવિધ પ્રકારના વેપારી માલની હેરફેર થતી હતી. : ઉરમાંથી મળેલી માટીની તકતીઓ ઉપરથી જાણવામાં આવ્યું છે કે સાનના