________________
૧૧૦ ] ઈતિહાસની પૂર્વભૂમિકા
[.. માલ ઉપર લગાવતા હોય. ઈપૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીના અંત ભાગમાંની લેથલની ઔદ્યોગિક વ્યવસ્થાનું એક મહત્ત્વનું લક્ષણ તે ચેકકસ પ્રકારના ઉદ્યોગો માટેનાં મોટાં કારખાનાંઓની સ્થાપના છે, જ્યાં એક જ છાપરા નીચે-કદાચ કારીગરોના વડાની દેખરેખ નીચે-એક જ વેપારના સંખ્યાબંધ કારીગરો કામ કરતા હતા. પરંતુ એ હકીકત છે કે સમુદ્રપારની સાધનસામગ્રીમાંથી તાંબુ અને અર્ધ-કિંમતી પથ્થરો જેવી કાચી સામગ્રીને પુરવઠે મર્યાદિત હતો. એ હકીક્તને લઈને મૂડીવાળા વચલા વેપારી વર્ગ હયાતીમાં આવ્યો. કદાચ એ કાચો માલ પૂરો પાડતા હાય, માલના રૂપમાં મજૂરી ચૂકવતા હોય, અને વળી વહાણના માલને ટુકડે ટુકડે ચુકવણી કરવાની રૂએ અગાઉથી માલ આપતા હય. આ વચલા વેપારી ધનિક હતા અને સગવડ ભરેલાં મકાનમાં રહેતા હતા. એમાંનાં કેટલાંક મકાનો લેથલમાં પ્રગટ થયાં છે. આ મકાને વેપારી માલના પ્રકાર ઉપર અને જે દેશો સાથે એમને વેપારી સંબંધ હતા તે દેશ ઉપર સારો પ્રકાશ નાખે છે. બજારના રસ્તા ઉપર આવેલા, વેપારીના એક મકાન(નં. ૯૩–૯૪)માં સ્નાનગૃહ, ઉપરાંત સાત એરડા, ઓસરી અને વિશાળ ચોક આવેલાં છે. એના મકાનમાંથી ચાર જેટલી સિંધુ મુદ્રાઓ, તાંબાની એક બંગડી, પશ્ચિમ એશિયામાં ઉત્પન્ન થયેલાં આરક્ષિત લેપ પ્રકારનાં મૃત્પાત્રોની કેટલીક ઠીકરીઓ, છીપની બંગડીઓ, તેમજ સુમેરની કારીગરીના સેનાના નવ મણકા મળી આવ્યા હતા. બીજા મકાનમાંથી અંતરાલે અને સેનાના બારીક મણકા મળી આવ્યા હતા, જે સુંદર હાર બનાવવા માટેના હતા. આ મકાનમાંથી મળેલી બીજી વસ્તુઓ તે એક સિંધુ મુદ્રા અને અર્ધ-કિંમતી પથ્થરના મણકા હતી. ઉપરકેટમાંના હાથીદાંતના કારીગરોના મકાનમાંથી એક હાથીદાંત અને એમાંથી વહેરેલા કાટખૂણિયા ટુકડા મળી આવ્યા હતા. આ હાથીદાંતના ટુકડાઓ મેસોપોટેમિયાનાં શહેરો તરફ નિકાસ કરવાનાં દાંતિયા, પેટીઓ અને નંગ જડવાનાં આભૂષણ બનાવવામાં વપરાતા હતા.
બહેરીનના ટાપુઓ અને યુતિસ-તૈગ્રિસની ખીણમાં, તેમજ દક્ષિણમાં દિયાલાની૧૧ નદીઓમાં અને મધ્ય મેસોપોટેમિયામાં સિંધુ વેપારીઓનાં થાણુંઓના અસ્તિત્વને નમૂનેદાર સિંધુ મુદ્રાઓ અને “ચર્ટનાં તેલાં જેવી સિંધુ વેપારની કલાકારીગરીની હાજરીથી સમર્થન મળે છે. દરેક પ્રદેશ ભિન્ન ભિન્ન પ્રકારની મુદ્રાઓ વાપરતો હતો તેથી અમુક મુદ્રાઓનું કર્તૃત્વ સુનિશ્ચિત . પ્રદેશમાં શોધી શકાય છે. મેસોપોટેમિયામાં ઉર, કિશ, આસ્માર, લગાશ અને
બ્રાકમાં રહેતા ભારતીય વેપારીઓ સિંધુ લિપિ કે ભાવ અથવા બેઉ જેમાં