________________
૧૫૪]
ઇતિહાસની પૂર્વભૂમિકા
...
અગ્નિને પ્રાર્થના કરવામાં આવતી હતી. એક સમયે મૃતકની પત્નીને પતિનું સહગમન કરવા ભાગ દેવામાં આવતા હતા, પરંતુ પછી એ રિવાજ જતા કરવામાં આવ્યા હતા. એને બચાવી લેવામાં આવતી અને માત્ર આચાર તરીકે વિધિ કરવામાં આવતા. શતપથ બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે એના મૃત પતિ પાસેથી પતિના ભાઈ કે નજીકના સગા વિધવાને લઈ જતા, અને બંનેને છૂટાં પાડવા મૃતક અને વિતની વચ્ચે પથ્થર મૂકવામાં આવતા. આ સબંધમાં એ નોંધવું જોઈએ કે લાથલ ખાતે જોડિયા દાટવાની ક્રિયા સતીના ચાલનું સૂચન કરે છે, જે પછીના સમયમાં બંધ થઈ ચૂકયા હતા.
ઉપસંહારમાં એ કહી શકાય કે હડપ્પીય લાકે ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક રિવાજ પાળતા હતા, જેમાંના કેટલાક રિવાજ ઉચ્ચ પ્રકારના તત્ત્વજ્ઞાનની ભાવનાઓનું અને નૈતિક વિચારાનું પ્રકટીકરણ બતાવે છે, જ્યારે ખીજા રિવાજો ઢંગધડા વિનાની સજીવતાવાદ-પ્રેરિત પૂજાને ઉઘાડી પાડે છે. જ્યારે સિંધુખીણમાં રહેતા એક સમૂહ માતા, પશુએ અને ક્ષેાની પૂજા કરતા હતા ત્યારે સૌરાષ્ટ્ર અને ધાધરની ખીણમાં રહેતા ખીો સમૂહ અગ્નિ દ્વારા દેવાને બલિદાન અર્પણુ કરતા હતા; એક ત્રીજો સમૂહ પ્રકૃતિને દેવત્વ આપી રહ્યો હતેા. વિસ્તૃત સામ્રાજ્યમાં સત્ર ભૌતિક સાધનસામગ્રીની એકરૂપતાથી સુચિત થતી હડપ્પીયાની સાંસ્કૃતિક સમવિધતાના ગર્ભ માં પ્રજાના સામાજિક રિવાજો અને ધાર્મિક વિધિઓમાં અમુક પ્રાદેશિક ભેદ રહેલા હતા.
(ઐ) સમય ( આલેખ ૯)
હડપ્પીય લેાકેાએ લેાથલના યારે કબજો લીધે એની ચર્ચા કરતાં પહેલાં સિંધુ અને ધાધર નદીઓની ખીણમાંની સિંધુ સભ્યતાના સમય વિશે થાડુ કહેવુ જરૂરી છે. મેસોપોટેમિયાનાં નગરાના સુ–સમાંકિત સ્તરામાં સિંધુ પ્રકારની મુદ્રા, મણકા, પથ્થરનાં તાલાં વગેરેની હાજરી સિંધુ સભ્યતાના સમય નક્કી કરવા માટે નક્કર ભૂમિકા પૂરી પાડે છે. હવે એ સારી રીતે ચોક્કસ છે કે હડપ્પા અને માહે જો–દડાએ અંગેના સાર્વાંન(ઈ. પૂ. ૨૩૭૦–૨૩૪૪)ના સમયમાં ઉર, કિશ અને અસ્માર સાથે વેપારી સપર્ક સ્થાપ્યા હતા. સમુદ્રપારના વેપાર વિકસાવવા તેમજ ખેહરીનના ટાપુએ અને યુક્રેતિસ–તિગ્રીસની ખીણામાં વસાહત સ્થાપવાના ઉદ્દેશે વેપારી પ્રજા તરીકેને માભો પ્રાપ્ત કરવા હડપ્પીય લોકોએ એકએ સૈકા લીધા હોવા જોઇએ. વ્હીલર અને થાડા ખીજા વિદ્વાનેએ, તેથી તળસિંધુખીણમાંની સિધુ સભ્યતાના આરંભને ઈ.પૂ. ૨૫૦૦ ના સમય આપ્યા