________________
પ્રકરણ ૭ આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ (ચાલુ)
(ઉ) સ્મશાન અને દાટવાના રિવાજ ૧. એકવડાં અને બેવડાં દફન
લેથલમાંનું સ્મશાન નગરને ફરતી દીવાલની પેલી પાર આવેલા ટેકરાના વાયવ્ય ખૂણાના ઢોળાવ ઉપર આવેલું હતું. છેલ્લાં ત્રણ હજાર વર્ષ કે વધુ સમયથી આ ભૂભાગ પથરાઈ પડતાં પૂરોને લીધે અને ખેતીને લગતાં કામને વીધે ભારે પ્રમાણમાં ખવાઈ ગયો છે. ઉખનને દરમ્યાન વીસ દૃનમાંથી ૨૧ હાડપિંજર કાઢવામાં આવ્યાં હતાં. શહેરના કદને ખ્યાલ કરતાં દફનની સંખ્યા સ્વલ્પ છે અને સ્મશાનનું માપ ખૂબ જ નાનું છે. એ અસંભવિત નથી કે લેથલના પ્રજાજનોને એક વિભાગ ભૂમિદફનને બદલે અગ્નિસંસ્કારને પ્રકાર અમલમાં મૂકતો હોય. પ્ર. એસ. એસ. સરકારે આગળ જતાં બતાવ્યું છે કે લોથલમાંથી મળેલાં મોટા ભાગનાં હાડપિંજર ૨૦ થી ૩૦ વર્ષની વય-ચૂથનાં છે, તેથી એ નક્કી કરવાનું બાકી રહે છે કે ૩૦ વર્ષની ઉપરનાં મૃતકે નિકાલ કેવી રીતે કરવામાં આવતું હશે. બીજું, તબકક ૧ અને તબકકા ર માં લોથલ-વાસીએના મરણોત્તર રિવાજ કેવા હતા એ વિશે કોઈ માહિતી નથી, કારણ કે મળેલાં દફનેમાંનું એક પણ તબકકા રૂથી પહેલાંનું નથી. ખુલ્લાં કરવામાં આવેલાં વીસ દફનેમાંથી માત્ર સોળમાં એક કે વધુ હાડપિંજર હતાં. બાકીનાં ચાર ખવાઈ ગયાં હતાં અને થોડા ઘડા તથા હાડકાંના ટુકડાઓ સિવાય હાડપિંજરના અવશેષ ધરાવતાં નહોતાં.
નદી નજીકની સ્મશાનની સ્થિતિ ઉપરથી એવું ધારી શકાય કે મરણોત્તર ક્રિયાના હેતુ માટે પાણીની જરૂરિયાત હશે.
સ્મશાનમાં મૃતકને નિકાલ કરવાને માટે સ્વીકારવામાં આવેલી ખરેખરી કાર્ય પદ્ધતિના વિષયમાં લેથલનાં દફનેમાંથી ઠીક ઠીક માહિતી પ્રાપ્ય છે. સામાન્ય રીતે રેખાંકનમાં રૂ.૨૪૦.૭૫ મીટરની લંબાઈ-પહોળાઈને અને અડધા મીટરની