________________
'' ]
આપ-ઐતિહાસિક સંસ્કૃતિમા
[
ધૂપિયા જેવુ લાગે છે અને ટૂંકાં શીંગડાવાળા આખલાની સામે મૂકેલી વસ્તુ તે તગારું લાગે છે ( પટ્ટ ૫, આ. ૭૯–૮૭). લાથલ સુધ્ધાં હડપ્પીય સ્થાનામાં મળેલાં માટીકામનાં ઘેાડી પરનાં તાસક અને તગારાં મુદ્રાઓમાં કાતરલાં ધૂપિયાં અને અંતર્ગોળ બાજુવાળા પદાર્થાને મળતાં આવે છે.
સિંધુખીણની મુદ્રા ઉપર સંખ્યાની દૃષ્ટિએ ત્રીજી આકૃતિ હાથીની છે, જે લેાથલમાંથી મળેલી માટીની પકવેલી મુદ્રામાં પણ મળે છે. ભારતવષ માં સૌરાષ્ટ્ર પણ હાથીઓનું એક નિવાસસ્થાન હાઈ લેાથલના કલાકારે એ પશુના નજીકથી અભ્યાસ કર્યો હશે, કેમકે એ ધણી વિગતે કંડાર્યાં છે. લાથલમાંથી મળેલ હાથીદાંત અને હાધીના પગનું હાડકું એવું સૂચવે છે કે આ પશુ નજીકમાં જ વસતું હોવું જોઈએ. ખરું જોતાં હાથીદાંતનું કામ લેાથલના મહત્ત્વના ઉદ્યોગ હતા. લોથલમાંથી મળેલી મુદ્રામાં રજૂ થયેલું બીજું પશુ પહાડી બકરા છે, જેને લાંખી દાઢી અને પાછળ વળતાં શીંગડાં છે. અગ્નિપાત્રને સંબધ આ પશુ સાથે છે, હાથી સાથે નહિં. છેલ્લે સેલખડીની ખંડિત મુદ્રા ઉપર જોવામાં આવેલું ખુલ્લા નહાર, ચટાપટાવાળુ શરીર અને લાંબી પૂછડી ધરાવતું, જંગલી પશુ વાધ હાય એમ લાગે છે. કમનસીબે, એનું માથુ નષ્ટ થઈ ગયેલું છે. મુદ્રાની છાપ ઉપર રહેલા મિશ્ર પશુને બ્રાહ્મણી આખલાનાં શીંગડાં, આગલા પગ અને મેહુઁ છે અને સૂંઢ તથા દાંત હાથીના છે. એની પૃથ્વી સપના જેવી ઊભી છે. છેલ્લે, લેાથલમાંથી મળેલી સેલખડીની નાનકડી મુદ્રાના નિર્દેશ કરવા જોઈએ. જેમાં પક્ષીની આકૃતિ અને Y આકારની વસ્તુ છે. આ ખીજો આકાર ચિત્રલિપિનું ચિહ્ન હોય.
૪. દરદાગીના
હડપ્પીય લાકે આભૂષણાના મોટા ચાહક હતા, જેના અનેક પ્રકારના નમૂના મળી આવ્યા છે. એ એમને ઉપલબ્ધ બધા સંભવિત પદાર્થાંમાંથી બનાવેલા છે. એમના દરદાગીનામાં કંઠહાર (પટ્ટ ૨૨, આ. ૧૪૩), લટકણિયાં, વાળી, વી’ટીએ, વલયે। અને બંગડીએના સમાવેશ થતા હતા. ધરેણાઓમાં સહુથી વધુ સંખ્યામાં મળે છે તે અધ–કિંમતી પથ્થરા, સેાનું, તાંબુ, ફ્રાયેન્સ, સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલા વિવિધ આકારના મણકા ( પટ્ટ ૨૩, આ. ૧૪૪ ).
નિકાસ તેમજ ઘરગથ્થુ વપરાશ માટે પેાતાનાં કારખાનાંઓમાં ઉત્પન્ન કરવામાં આવેલા પથ્થરી મણુકાના ભાતીગર રંગા અને આકારથી લાથલના પથ્થર— કારીગરાની પરિમાર્જિત રુચિ અને પસંદગીની સૂઝ તદ્દન સ્પષ્ટ થઈ રહે છે. એ સાચું