________________
ઇતિહાસની પૂર્વભૂમિકા પાછળ દો તે નથી, પરંતુ છેદમાં જ આડી રીતે કે ઊભી રીતે કાણું પાડવામાં આવ્યું હોય છે. ગાળા માટેની કડીવાળી તાંબાની એક જ મુદ્રા લેથલમાંથી મળી છે. મેહે જો–દડો, દેસલપર અને હડપ્પામાં પણ સેલખડી વગેરેની ચાલુ ચોરસ કે લંબચોરસ મુદ્રાઓ સાથે સાથે તાંબાનો તકતીઓ વાપરવામાં આવતી હતી. તુલનાત્મક આનુપૂર્વીની દષ્ટિએ, લોથલમાં મળી આવેલી સેલખડીની ‘ઈરાની અખાતની મુદ્રા” ખૂબ જ મહત્વની છે. એ રેખાંકનમાં વૃત્તાકાર અને છેદમાં સમતલેરલ છે (પદ ૨૦, આ. ૧૩૬). એના પૃષ્ઠભાગમાં મોટો ઊપસતો દો છે, જે સમગ્ર સપાટીને આવરી લે છે. એ સપાટીમાં બે ભાગ પાડવામાં આવ્યા છે એની એક દિશામાં આડી ત્રેવડી રેખાઓ કતરી હોય છે અને બીજી દિશામાં દ્ધિ પાડયું હોય છે. મુદ્રાના મુખભાગ ઉપર એલમની આકૃતિઓમાં હેય છે તેમ બે માથાવાળો નાગ હોય છે. એની બે બાજુએ બહાર નીકળી આવતી મોટી આંખવાળાં વન્ય અજકુલનાં બે કૂદતાં પ્રાણીઓ હોય છે. આ પ્રાણીઓ કદાચ હરણ કે બકરા હોય. “ઈરાની અખાતની મુદ્રાઓ ની કેટલીક લાક્ષણિકતાઓ રજૂ કરવાનો પ્રયત્ન થયે હેય તે એકમાત્ર બીજો દાખલે તે લેથલમાંથી મળેલી સિંધુ કલાકારીગરીની સેલખડીની લંબચોરસ મુદ્રા છે. એમાં લંબચોરસ દાદાની બંને બાજુએ બેવડાં નાનાં વર્તુલ દેવામાં આવ્યાં છે. લોથલમાંથી મળેલી બીજી અસામાન્ય મુદ્રાઓમાં એવી એક મુદ્દાને નિર્દેશ કરવો જોઈએ કે જેમાં સિંધચિહ્નો માત્ર મહેરા ઉપર નહિ, બાજુઓ ઉપર પણ મળે છે.
લોથલમાંથી મળેલ બસોથી વધુ મુદ્રાઓ અને મુદ્રાકમાંથી એકે ઉપર માનવ–આકૃતિ નથી. પશુઓની આકૃતિઓમાં પણ લાંબાં શીંગડાં, આગળ પડતી બુધ અને ગોદડીને માટે જાણીતા બ્રાહ્મણ આખલાની ગેરહાજરી તરી આવે છે. હડપ્પા અને મેહે જો-દડોની જેમ લેથલની મુદ્રાઓમાં કોતરી કાઢવામાં આવેલું સહુથી લેકપ્રિય પ્રાણી એકશૃંગ છે (પટ્ટ ૨૧, આ. ૧૩૭-૧૪૦). આ એકશૃંગ, આખલા જેવું, પ્રાણી કેટલાકને મતે પૌરાણિક આકૃતિ છે. બીજાઓ એને દિશંગ પશુ તરીકે બતાવે છે, જેને પડખાભેર ઘડવામાં આવે ત્યારે એ એકશૃંગ પ્રાણી જેવું લાગે. સિંધુ મુદ્રાઓમાં આ પ્રાણી વધુ મોટા પ્રમાણમાં છે અને એની આગળ પવિત્ર અગ્નિપાત્ર જેવું પાત્ર દર્શાવ્યું હોય છે. આ બંને બાબતે સૂચવે છે કે બીજા પશુઓ કરતાં એના તરફ ખૂબ વધુ આદર હતો. મહત્ત્વની દષ્ટિએ એ પછી ટૂંકા શીંગડાવાળો ખૂંધ વિનાનો આખલો આવે છે, જેને એની સમક્ષ મૂકવામાં આવેલ તગારામાંથી ખાણું ખાતો બતાવવામાં આવ્યો છે. મુદ્રાઓ ઉપર એકથંગ અને બકરાની સામે રજૂ કરવામાં આવેલા વસ્તુ તે અગ્નિપાત્ર કે