________________
મું ] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ
[ ૧૨૦ સંસ્કૃતિની લાક્ષણિકતા ધરાવતા માટીકામના બધા ઘાટ (આ. ૫.) લાલ અને બદામી રંગમાં અહીં આવ્યા છે. એના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે: જામ, ચાંચવાળો પ્યાલો (beaker), રકાબી, ઘડીવાળી રકાબી, ગોળાકાર કલેવરની કે “ડ” ઘાટની બરણું, થાળી, તગારું, છિદ્રિત કાન ધરાવતું પવાલું, અને ઊંચી નળાકાર છિદ્રાળુ બરણી (૫ટ્ટ ૩, આ. ૧૯-૭૪). એમાંનાં કેટલાંક પર લાલ લેપ ઉપર કાળા રંગથી કે બદામી લેપ ઉપર કથ્થઈ રંગથી ચિતરામણ કરવામાં આવેલાં છે. લેથલના વચલા થરમાં ચિત્રિત પાત્રો વિપુલ પ્રમાણમાં મળે છે એનું કારણ એ છે કે એની ઉન્નતિના શિખરે ચિત્રણની ત્રણ શૈલીઓ પરસ્પર અસર કરી રહી હતી. અબરખવાળા લાલ મૃત્પાત્ર પર જોવા મળેલી સ્થાનિક શૈલી વિશે અગાઉ નિર્દેશ કરવામાં આવ્યો છે. એ સાદી, પરંતુ અસરકારક શૈલી હતી અને પીંછીકામ ખૂબ જ નાજુક હતું.
પાત્રની સમગ્ર સપાટીને આડાં ખાનાં અને ઊભી પટ્ટીઓમાં વિભિન્ન કરવામાં આવતી અને ભૌમિતિક રેખાંકનોને કુદરતી અને અર્ધ-કુદરતી ભાવો (motifs) સાથે કુશળતાથી જોડવામાં આવતાં (પટ્ટ ૪, આ. ૭૫-૭૮; ૫ટ્ટ ૧૮, આ. ૧૩૩). આમ લાક્ષણિક હડપ્પીય પાત્રોનું સિંધુ શૈલીમાં ચિત્રણ કરવામાં આવતું હતું. આમ છતાં, તાડ-વૃક્ષોની હરોળ, પીપળાનું પાન, એકાંતરે રેખાંકિત કરેલા ચેરસો અને એકબીજાને છેદતાં વતું કે જેવી ભાતનાં વારંવાર થતાં આવર્તનને લઈ એ શૈલી અનેકવિધ બની જતી. ગુલાબના ઘાટનાં પુષ્પ, સાધિત પર્ણ-રેખાંકને, અને એક ઉપર એક મૂકેલી એવી મયૂર–પંકિતઓ પણ ઉમેરવામાં આવતી હતી. માછલાં અને મચ્છજાળની આકૃતિઓ ખૂબ વિરલ છે, પણ ગુર્દાને ઘાટની ભાત લોથલનાં પાત્રોમાં મળતી નથી એ નોંધવું જોઈએ.'
ત્રીજી શૈલી જે અહીંની પ્રાંતીય શૈલી છે તે લોથલના કલાકારોએ આપેલું અનન્ય પ્રદાન છે. એ સિંધુ શૈલી કરતાં ખૂબ જ આકર્ષક છે, કારણ કે એનાથી ચિત્રણની જગ્યા ભરચક બનતી બચી જાય છે. વનસ્પતિ-જીવન સાથે પશુઓની આકૃતિઓના વાસ્તવિક અને સત્ત્વપૂર્ણ ચિત્રણ( rendering)ને માટે એ જાણીતી છે. લોથલના કલાકારને પશુઓમાં બકરાઓ તરફ ખાસ અભિરુચિ રહેતી. પ્રાંતીય શૈલીના બે ઉત્તમોત્તમ દાખલા ઝાડ નીચે ગૌરવ ભરેલી રીતે ઊભેલું સાબર
અને પક્ષી તરફ પાછળ જોતું હરણ છે. સાબરના લાવણ્યમય વળાંકે અને એનાં શિગડાનાં પાંખિયાં પોતે જેની નીચે ઊભું છે તે ઝાડની નમી પડતી ડાળીઓની સાથે, પૂરી સંવાદિતા ધરાવે છે. બીજા દાખલામાં, સાંકડા મેં–વાળી બરણીમાંથી પાણી