________________
૧૧૬ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[.
દક્ષિણની ભુજામાં અનુક્રમે પ્રવેશ અને નિ`મના માર્ગ માટેના જરૂરી ગાળાએ રાખવામાં આવ્યા હતા. બંધની દીવાલાની લંબાઈ પશ્ચિમે ૨૧૨. ૪ મીટર, પૂર્વે ૨૦૯.૩ મીટર, દક્ષિણે ૩૪.૭ મીટર અને ઉત્તરે ૩૬.૪ મીટર છે. દીવાલાને પાયા બહારની બાજુએ એ હાંસ (offsets) સાથે ૧.૭૮ મીટર પહેાળા છે, પણ પછી એ સમયની જમીન–સપાટી પરની પહેાળા ઘટાડીને ૧.૦૪ મીટરની કરી નાખવામાં આવી હતી. દીવાલની અંદરની બાજુની પૂરેપૂરી ઊર્ધ્વતા માલ ચડાવવા અને ઉતારવા માટે છેક કાંઠાની કિનારી સુધી વહાણાને આવવામાં સહાયક થતી હતી. પાત્રમાં ઓછામાં ઓછે. પાણીના ભરાવ આશરે બે મીટરના અને ભરતીમાં વધુમાં વધુ ૩ થી ૭.૫ મીટરના હતા; આ ગણતરી પ્રવેશના પાયાની સપાટીની સામસામી ૩.૩ મીટરની બંધની દીવાલની વધુમાં વધુ વિદ્યમાન ઊંચાઈના આધારે કરવામાં આવી છે. મૂળમાં દીવાલા ૪.૧૫ મીટર ઊંચી હેાવી જોઈ એ, કારણ કે એ પશ્ચિમી ભુજા સાથે બાંધેલી કાચી ઈટાની પટ્ટીની સમસપાટીએ હતી. સમુદ્રગામી વહાણા ઊંચી ભરતીને સમયે ઉત્તર બાજુની બંધની દીવાલમાં બાંધેલા ૧૨.૫ મીટર પહેાળા પ્રવેશદ્વારમાં થઈ પાત્રમાં દાખલ થઈ શકતાં. સામે છેડે જ્યારે ભરતી આવે ત્યારે વધારાના પાણીને નીકળી જવાને માટે નિગમ-માર્ગ તરીકે કામમાં આવે એ રીતે એક મીટર પહોળા ઈંટરી પરનાળીને ખરાખર કાટખૂણે દક્ષિણ બાજુની બંધની દીવાલને જોડવામાં આવી હતી (પટ્ટ ૧૬, આ. ૧૩૦). જ્યારે પાણી નીચાં હાય ત્યારે નિમદારનું મોઢું એમાં કરવામાં આવેલા ઊભા ખાંચાઓમાં લાકડાના પડદા ઉતારીને બંધ કરી શકાતું હતું. આ કરામતથી પાત્રમાં જરૂરી પાણીના જથ્થા સાચવી રખાતા હતા અને એ રીતે પાણી નીચાં હાય તે સમયે વહાણાને તરતાં રાખી શકાર્તા હતાં. પાયા ઉપર પાણીના બે મીટર ઊંચા સ્તરમાં પણ ૭૫ ટનના વજનનાં વહાણુ ધક્કામાં પ્રવેશી શકતાં અને પાણીની ઊંડાઈ એક મીટરથી વધુ હાય ત્યારે એ નીચાણના પાણીમાં તરતાં રહેતાં. આ સંબંધમાં તેાંધવા જેવું છે કે ભાવનગર નજીક ધેાધાના આરંભિક ઐતિહાસિક કાલનેા ધક્કો હજી દરિયાઈ વહાણાના ઉપયાગમાં આવે છે કે જે વહાણા મલખારકાંઠેથી ઈમારતી લાકડુ લાવે છે. એ પણ નોંધવું જોઈએ કે લેાથલના ધક્કો અત્યારે પણ ૭૫ ટનનાં વહાણાને સમાવી શકે તેવા ધેાધાના ધક્કા કરતાં ધણા વધુ માટો હતા; આથી, લાચલના ધક્કામાં વધારે વજનનાં વહાણા સરળતાથી નાંગરી શકતાં હતાં એ વિશે ભાગ્યેજ શ`કા છે. અત્યારે પણ આવાં વહાણ મેટી ખેરુ પાસે નાંગરે છે, જે લેાથલની દક્ષિણે ૬ કિ, મી. (૩ઝૂ માલિ) ઉપર ખાડીનું બંદર છે,