________________
૫ મું] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિઓ
[૧૧૫ એમાં પ્રાણું–વધની વિધિ પણ ભળી જણાય છે. નીચલા નગરના વેપારીઓ અને કારીગરોના બાંધકામનું ઊંચું છેરણ તથા કારખાનાંઓની સ્થાપના સૂચવે છે કે એ લેકે ઘણા સંપત્તિમાન હતા.
માલિકની સમૃદ્ધિને ખ્યાલ એના મકાનમાંથી મળેલાં સેનાના અલંકારે, તાંબાની બંગડી, સેલખડીની મુદ્રાઓ અને વિદેશી બનાવટનાં ચિત્રિત મૃત્પાત્રોથી આવે છે.
તબક્કા ૪ માં બાંધકામના ધોરણમાં એકાએક પડતી આવી પડી અને નગરની સામાન્ય સ્વચ્છતાની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ ઈટની ફરસબંધીવાળી --ગટરે (sews) અને મોરીઓને સ્થાને સર્વત્ર ખાળ-કઠીઓ આવી, પરંતુ કારીગરોને પૂરતું કામ હતું અને સર્વત્ર એમની કેઢિ (workshops) બાંધવામાં આવી હતી.
૫. ઘો (પષ્ટ ૧૬, આ. ૧૩૦)
ભરતીને સમયે વહાણે નાંગરવા માટે, મુખ્ય જલપ્રવાહથી દૂર, કૃત્રિમ ધક્કો લોથલવાસીઓએ બાંધે. દરિયાઈ જનેરીના વિજ્ઞાનમાં અને હુન્નરવિદ્યામાં આ ધક્કો અનન્ય પ્રદાન હતું. પહેલું તો એ કે વહાણે નાંગરી શકે એ માટે કાંસ્યયુગની હડપ્પીય કે કઈ બીજી સભ્ય પ્રજાએ અગાઉ કદી નહિ બાંધેલું એ મોટામાં મોટું બાંધકામ છે. બીજું એ કે સહુથી વધુ શાસ્ત્રીય રીતે યોજાયેલે એ ખાડીને ધક્કો છે, જે મોટી ભરતીને વખતે એવડા વિશાળ પાત્રમાં પાણીના જુવાળની સામે ટક્કર લઈ શકતો. ત્રીજુ એ કે અદ્યપર્યત જાણવામાં આવેલ. ઈ. પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીનો એ માત્ર એક ધક્કો છે કે જેમાં પાણીને થંભાવી રાખવાની કરામત છે. જ્યારે પાણીની સપાટી ઊંચી હોય ત્યારે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાનું અને પાણી નીચી સપાટીએ હોય ત્યારે વહાણોને તરતાં રાખવાને, પાત્રમાં રેતી ભરાઈ ન જાય એ રીતે જરૂરિયાત પ્રમાણે, એનો નિર્ગમ–માર્ગ બંધ કરી શકાતો અને ખુલ્લે રાખી શકાતો. એનાં આયોજન અને અમલમાં અનુકાલીન ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં એ ક્યાંય આગળ વધે હતો એમ કહી શકાય.
પાત્રને ૨૧૫ મીટર લાંબું, ૩૮ મીટર પહોળું અને આશરે એક મીટર ઊંડું ખોડ્યા પછી એને બધી બાજુએ ભઠ્ઠીમાં પકવેલી પ્રથમ કક્ષાની ઈટની ચણેલી દીવાલોથી બંધ કરવામાં આવ્યું હતું (પટ્ટ ૧૭, આ. ૧૭૧). એમાં ઉત્તર અને