________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. છે. આ સંજ્ઞાના ઉપયોગની વિરુદ્ધ રજૂ કરવામાં આવેલે બીજે વાંધો એ છે કે એ સંજ્ઞા સ્પષ્ટ નથી અને એ હડપ્પા સંસ્કૃતિ સાથે સાથે બીજી પુરોગામી અને અનુગામી સંસ્કૃતિઓને પણ પિતામાં સમાવી લે છે. આવા વાંધા હોવા છતાં આ સંજ્ઞા અહીં એકથી વધુ કારણોને લઈ જાળવી રાખવામાં આવી છે. પહેલું એ કે “સિંધુ સભ્યતા” સંજ્ઞા સમજવાને માટે વધુ સારી છે અને “હડપ્પા સંસ્કૃતિ” અને “હડપ્પા સભ્યતા” સંજ્ઞાઓ કરતાં વધુ પ્રચલિત છે. આ વિષયને લગતા વિશાળ સાહિત્યમાં બીજી લગભગ સમાન સંજ્ઞાઓના કરતાં આ સંજ્ઞા વધુ વારંવાર વપરાયેલી છે. બીજુ એ કે સિંધુ ખીણની મહાન નાગરિક સભ્યતાનાં બધાં પાસાંઓને લાગુ પાડવાના વિષયમાં “હડપ્પા સંસ્કૃતિ” સંજ્ઞા ખૂબ જ સંકુચિત લાગે છે. ત્રીજું એ કે “હડપ્પા સંસ્કૃતિને સ્થાને હડપ્પા સભ્યતા” સંજ્ઞા ઉપયોગમાં લઈએ તો પણ આ સભ્યતાની અત્યારે વ્યાપક રીતે જ્ઞાત થઈ ચૂકેલી અવનતિકાળની અને સંક્રાંતિકાળની પરિવર્તન દશાઓને કારણે બીજા ગૂંચવાડા ઊભા થશે. તેથી આ નાગરિક સભ્યતાનું પરિપકવ સ્વરૂપ વ્યક્ત કરવાને માટે “સિંધુ સભ્યતા” સંજ્ઞા રહેવા દેવી ઇટ છે. એથી “ઉત્તર હડપ્પા સંસ્કૃતિ” તરીકે નામ પામેલી અવનતિકાળની એની દશાથી એને અલગ પાડી શકાય.
૨. ગુજરાતની પ્રા_હડપ્પીય સંસ્કૃતિઓ (આલેખ ૯) (અ) અંત્ય-પાષાણયુગની સંસ્કૃતિનું અનુસંધાન
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક નાના ગામરંગપુર(શ્રીનાથગઢ)માં ૧૯૫૩-૫૪માં ઉખનન કરવામાં આવ્યું ત્યારે સુ-નિશ્ચિત પ્રાન્હડપ્પીય સંસ્કૃતિના સંદર્ભમાં લઘુપાષાણ ઉદ્યોગ ધ્યાનમાં આવ્યો હતો. સહુથી જૂના રહેવાસીઓએ ઉપયોગમાં લીધેલાં પાષાણ-ઓજારેમાં બાણ-ફળાં, ત્રિકેણ, સમાંતર દ્વિભુજ ચતુષ્કોણ, પતરીઓ અને અર્ધ–ચંદ્રાકૃતિઓ તેમજ સપ્રમાણ પતરીઓ ઉપર બનાવેલા રંદા જેવા ભૌમિતિક અને અ-ભૌમિતિક લઘુપાષાણ હતા. એ નદીઓના પાત્રમાંથી મળતા જેસ્પર કેવ્સડની અને અકીકમાંથી બનાવવામાં આવતા હતા. આ કાલને “રંગપુર-૧” કહેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર સોમનાથ જેવાં સ્થળોએ ચાકડાથી બનાવેલા મૃાત્રે દેખાયા પછી પણ ટૂંકી સમાંતરભુજ પતરીઓ વપરાતી માલૂમ પડી છે. વધુ પૂર્વમાં જતાં, થલમાં જ ૩ તબક્કામાં અબરખિયાં રાતાં મૃત્પાત્રો સાથે સાથે સુનિશ્ચિત તામ્રપાષાણ (chalcolithic)ના સંદર્ભમાં આ પતરી–ઉદ્યોગ મેજૂદ રહે છે. તાપીની ખીણમાં આવેલા જોખા