________________
પ્રકરણ ૬ આદ્ય-એતિહાસિક સંસ્કૃતિઓ
૧. પ્રાસ્તાવિક સિંધુ સભ્યતાની ઉકીર્ણ મુદ્રાઓ નિઃશંક રીતે પુરવાર કરે છે કે હડપ્પાને સમાજ અક્ષરજ્ઞાનવાળો (literate) હતો, અને સિંધુ લિપિનું સંતોષકારક રીતે વાચન થશે કે તરત જ મુદ્રાઓ કિંમતી ઐતિહાસિક પુરાવા રજૂ કરી આપશે. પરંતુ જ્યાં સુધી એ મુદ્રાઓનું વાચન સિદ્ધ ન થાય ત્યાંસુધી સિંધુ સભ્યતાને “આઘ-ઈતિહાસ”માં રાખવી પડશે. એવી રીતે અર્થાત સાહિત્યિક સાધને હવા છતાં, ભારતવર્ષને લાગેવળગે છે ત્યાં સુધી, યથાર્થ ચકાસણી પછી, વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં જણાતાં સંસ્કૃતિ, ઐતિહાસિક પ્રસંગે અને વ્યક્તિઓનો “આઘ–ઇતિહાસ”માં સમાવેશ કરવો જોઈએ. આનો ઉખનને દ્વારા મેળવેલા પુરાતત્ત્વીય પુરાવાઓની સાથે મેળ મેળવવો પડે.
મર્યાદિત વિસ્તારમાં નિયત સમય દરમ્યાન પ્રચારમાં રહેલા ચપુ, દાતરડાં, કુહાડીઓ વગેરે પદાર્થોના કાર્યના આધારે અલગ પાડવામાં આવેલા, પ્રકારોની સમસ્તતાને પુરાતત્વવિદે Culture (અર્થાત “સંસ્કૃતિ”) કહે છે.
Civilization(સભ્યતા)માં શાનો સમાવેશ થાય છે એની સ્પષ્ટતા કરવામાં પુરાતત્ત્વવિદોમાં મતભેદ છે. આમ છતાં મોટા ભાગના વિદ્વાને એકમત છે કે એ માટેની ઓછામાં ઓછી જરૂરિયાતો તે રાજકીય સભાનતા, લેખનજ્ઞાન, વ્યવસ્થિત નાગરિક જીવન અને વેપાર-ઉદ્યોગનો વિકાસ છે. ગામડાનું શહેરીકરણ એ જગતની બધી પ્રાચીન સભ્યતાઓનું બીજું લક્ષણ ગણાય છે. સિંધુ સભ્યતા (નકશે ૫)
સિંધુની ખીણના પ્રદેશથી દૂરનાં સ્થાનમાં સિંધુ સભ્યતાનાં એકસોથી પણ વધુ સ્થાનની શોધને લઈ એવું વારંવાર લાગ્યા કરે છે કે પુરાતત્ત્વવિદેએ ઉપયોગમાં લીધેલી “સિંધુ સભ્યતા” સંજ્ઞા એના વિસ્તાર માટે ખૂબ જ સંકુચિત