________________
૨૦ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[31.
આગળ મળ્યા. ત્યાર પછી (આસામ અને કેરલને બાદ કરતાં) આખાય ભારતવર્ષમાં, ગુજરાત સુધ્ધાં, આ સમયના પથ્થરોનાં હથિયારાની શોધ થઈ. આદ્યપાષાણયુગના સ્તરેની ઉપર અને અંત્ય પાષાણયુગના સ્તાની નીચે, એટલે કે લગભગ વચ્ચેાવચના સ્તરામાં, આ હથિયારે જોવા મળે છે. ખેડા જિલ્લામાં મહેાર નદીને કાંઠે આવાં હથિયાર મળ્યાં છે;૧૫ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મળ્યાં છે. ૧૬ અહીં કહેવુ જોઈએ કે આવી અખંડ ભેખડા કેટલેક જ સ્થળે યથાવત્ સ્થિતિમાં સચવાઈ રહેલી હાય છે અને જોવામાં આવે છે. દા. ત. ભાદર ઉપર રોઝડી (શ્રીનાથગઢ) આગળ અને જેતપુર આગળ, નહિ તે। આ ભેખડા સામાન્ય રીતે જૂની ભેખડાની સાથે કે ઉપર લદાયેલી જોવામાં આવે છે. કેટલીક વાર જૂની ભેખડા પૂર્ણપણે ધાવાઈ નષ્ટ થઈ હોય છે અને કેવળ મધ્યપાષાણયુગની રેતી અને નાના ઉપલાથી રચાયેલ ખડક અને એની ઉપર પીળી માટીવાળી ભેખડ જોવામાં આવે છે.
""
આમ સ્તરો અને હવામાનની દૃષ્ટિએ મધ્યપાષાણુયુગ”નું જુદું' અસ્તિત્વ માલૂમ પડી આવે છે, પણ સૌથી વધુ ધ્યાન ખેચે એવાં છે આ યુગનાં હથિયારા. આદ્યપાષાણયુગના પથ્થરા કરતાં સાધારણ રીતે નાના અને બહુ જ ધરૃ, સુંદર પાતવાળા, રંગ–ખેર ંગી પથ્થરા, જેવા કે “ચ” (Chert), જેસ્પર (Jasper), અકીક (Agate) અને “ ક્લિન્ટ ” (Flint). સુંદર “ક્લિન્ટ ’ ગુજરાતમાં કયાંયે ભળતું નથી, પણ લગભગ એના જેવા “ર્ટોન” (Cherton) ખડકા ધ્રાંગધ્રા પાસે છે અને દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદીમાં અકીકની ખાણા ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે છે. બાકી સૌરાષ્ટ્ર-કચ્છમાં જ્યાં જ્યાં “બસાલ્ટ”ના ખડકા છે ત્યાં ત્યાં એની બખેાલેામાં આના નાનામેટા ઉપલે મળી આવે છે.
હથિયારા સાધારણ રીતે નાનાં છે અને મુખ્યત્વે જાડી કે પાતળી પતરીએ (Flakes) કે આવા સપાટ ઉપલામાંથી બનાવેલાં છે (પટ્ટ છ, આકૃતિ ૧૧૫). જાડા, ગાળ, આખા અને આખા ઉપલા કવચિત્ જ વાપરેલા જોવામાં આવે છે. આવા સપાટ ઉપલા કે પતરીઓ વાપરવાનું કારણ એવું હશે કે માનવના જીવનમાં આ સમયે થોડાક ફેરફાર થયા હતા. જોકે એનુ` છત્રન જંગલી જ રહ્યું હતું, આમ છતાં શિકાર કરવાની રીતમાં અને રહેણીકરણીમાં થેાડાક ફેરફાર થયા હશે, એવું પથ્થરનાં આવાં અસંખ્ય હથિયારા મળે છે એના અભ્યાસ પરથી માલૂમ પડે છે.