________________
પ્રા-ઐતિહાસિક સરકૃતિએ
[૭૯ ૨. મધ્યપાષાણયુગ માનવનું જીવન આમ હજારો વર્ષ ચાલ્યું. માનવનાં હથિયારોમાં જરૂર ફેરફાર થયા હતા, પરંતુ અત્યારની દૃષ્ટિએ તે તદ્દન ધીરા લાગે છે. આ ફેરફારો સાથોસાથ હવામાનમાં પણ થતા રહ્યા હતા એવા સબળ પુરાવા મળે છે.
ભૂસ્તરે અને હવામાન
ઉત્તર ગુજરાતમાં સાબરમતી અને એની ઉપનદીઓ સિવાય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં નદીઓની ભેખડોમાં ચૂનાથી ઘટ્ટ થયેલું રેતીનું એક બીજું પડ જોવામાં આવે છે અને એના ઉપર પીળચટી કે બદામી રંગની માટીને સ્તર હોય છે. કઈ કઈ સ્થળે સૌથી નીચે ઉપલ રેતી અને લાલ માટી, એના ઉપર આ બે નવા સ્તરો, અને સૌથી ઉપર કાળી માટીને સ્તર, એમ પાંચ સ્તરવાળી લગભગ સંપૂર્ણ ભેખડ દષ્ટિએ પડે છે. આ નવા સ્તર-પડનું બંધારણ બતાવે છે કે આપાષાણયુગના અંતમાં હવામાનમાં ફેરફાર થયેલું. વરસાદ ફરીથી જોરથી વરસવા લાગ્યો, એને કારણે નદીઓએ એના પટ રેતી અને ઉપલથી ભરવાનું ચાલુ કરી દીધું. આમ છતાં, નોંધવું જોઈએ કે આ નવા કાંપમાં પહેલાંના જેવા મેટા ઉપલે જોવા મળતા નથી, પરંતુ “બસાટ”ને બદલે અકીક જેવા ખડકોના નાના નાના ઉ૫લ એમાં દેખાય છે, એટલે આપણે અનુમાન કરી શકીએ કે વરસાદ પહેલાંના જેવો તીવ્ર નહિ હોય કે જેનાથી ડુંગરે ધોવાઈ જતાં મોટા મેટા ઉપલે નદીના પટમાં ઘસડાઈ આવવાનું બને. ઊલટું, હાલમાં થઈ રહ્યું છે તેમ, ધોવાણ ઉપલકિયું અને જમીનની સપાટી પરનું એટલે કે ગરમી, પવન અને કિંચિત્ વરસાદને લીધે થતું. આમ મુખ્યત્વે જાડી રેતી અને “બસાટ”ના ખડકોમાં ઉદ્દભવેલા અકીક વગેરે જાતના રંગબેરંગી ઘટ્ટ પોતવાળા ઉપલો ઘસડાઈ આવતા.
વરસાદ ઓછો થતાં નદીઓના પટ પહેલાંની માફક ભરાઈ ગયા. આ ભરાવાથી પહેલાંના બંધાયેલા સ્તરે ઢંકાઈ ગયા. હથિયારે અને સંસ્કૃતિ
આવા સમયમાં માનવના અસ્તિત્વનો ખ્યાલ આવતાં અને એનાં સમકાલીન પ્રાણીઓનો નિર્દેશ કરતાં પથ્થરોનાં હથિયાર અને પ્રાણીઓના અશ્મીભૂત અવશેષ પ્રથમ મહારાષ્ટ્રમાં પ્રવરા અને ગોદાવરીને તટપ્રદેશમાં નેવાસા તેમજ કાળેગાંવ