________________
દશવૈકાલિક આગમમાં મુનિઓને સાધુજીવનમાં જયારે શારીરિક કષ્ટો (ઉપસર્ગ) આવે ત્યારે સમાધિ ભાવ માટે શું વિચારવાનું કહ્યું? નરકમાં ત્રણ પ્રકારના દુઃખો ક્ષેત્રકૃત, પરમાધામીકૃત અને પરસ્પર ઉદીરિત એ દુઃખો સહન કરતા અસંખ્યાત કાળરૂપ પલ્યોપમ અને સાગરોપમ કાળ પસાર થઈ ગયો તો તે દુઃખોની અપેક્ષાએ આ વર્તમાન સમયે દિવસ કે સંખ્યાત વર્ષ રૂપ માનસિક કે શારીરિક દુઃખ શું વિસાતમાં છે? આમ વિચારી મુનિને કષ્ટો સમતાપૂર્વક સહન કરવા કહ્યું છે.
પલ્યોપમ અને સાગરોપમ એ કેટલો વિશાળ કાળ છે તે જાણવા કાળનું સ્વરૂપ જાણવું જરૂરી છે. પલ્યોપમ અને સાગરોપમ સૂક્ષ્મ અને બાદર બે સ્વરૂપે છે. તેમાં બાદર પલ્યોપમ માત્ર સૂક્ષ્મ પલ્યોપમ સમજવા માટે જાણવાનો છે. તેનો કોઈ ઉપયોગ નથી. પલ્યોપમના પણ ત્રણ ભેદ છે. અદ્ધા, ઉદ્ધાર અને ક્ષેત્ર પલ્યોપમ.
પલ્યોપમ અને સાગરોપમનું કાળ સ્વરુપ. ૧. બાદર અદ્ધાપલ્યોપમ એક યોજન ઊંડા-લાંબા-પહોળા કૂવામાં ૭ દિવસના
જન્મેલા યુગલિકના ૧ વાળના ટુકડાથી એવા ઠાંસી ઠાંસીને ભરવાકે ઉપરથી ચક્રવર્તીનું સૈન્ય પસાર થઈ જાય તો પણ દબાય નહીં, અગ્નિથી બળે નહીં અને વરસાદથી ભીંજાય નહીં તેવા કૂવામાંથી સો વર્ષે ૧ વાળ કાઢતાં કૂવાને ખાલી થતાં જે કાળ પસાર થાય તેને બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય.
સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ : પૂર્વે કહેલ વાળના ટુકડાના હવે તેટલા જ (માપ) પ્રમાણમાં અસંખ્ય ટુકડા કરીને ભર્યા પછી સો-સો વર્ષે એક વાળને કાઢતાં કૂવાને ખાલી થતાં જે કાળ પસાર થાય તેને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહેવાય છે. (દેવ-મનુષ્યાદિના આયુષ્યની ગણતરી આ પ્રમાણે થાય.) ૨. બાદર ઉદ્ધાર પલ્યોપમ : ઉપરોકત જે આઠ ટુકડા કરેલા તે ટુકડા ભરીને તે
કૂવાને સમયે-સમયે ખાલી કરતા જે કાળ પસાર થાય તેને બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. (આ માપનો કયાંય ઉપયોગ નથી પણ સૂક્ષ્મ અદ્ધા પલ્યોતમ આ રીતે સમજાય માટે બાદર સમજવાનું છે.) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ : અસંખ્યાત ટુકડાવાળા કૂવામાંથી સમયે સમયે ૧ વાળ કાઢતા કૂવાને ખાલી થતાં જે કાળ પસાર થાય તેને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. (દ્વીપ-સમુદ્રોનું માપ આના વડે થાય.)
અજીવ તત્વ | 65