________________
દેવભવના પણ શરીર મળ્યા, તેના ઢગલા કરવામાં આવે તો ૧૪ રાજલોકમાં પણ ન સમાય. દેવલોકમાંથી શરીરાદિ પર રાગ કરવા વડે તિર્યંચ ગતિમાં આવ્યા. અહીં અકામ નિર્જરા કરીને મનુષ્યભવમાં આવ્યા અને અહીં પણ શરીરનો રાગ ક્ષણવાર છૂટતો નથી. મનુષ્ય શરીર ગંદવાડથી જ ભરેલું છે. ગમે તેટલું પવિત્ર કરો તો પણ તે ગંદુ થયા વિના રહેતું નથી. છતાં શરીરને પવિત્ર કરવાનું છોડતા નથી અને આત્માને અપવિત્ર કરવાનો ખેદ થતો નથી.
देखे सो चेतन नांहि, चेतन नाहि दिखाय, रोषतोष किनसुं करे? आप हि आप बुझाय ॥४६॥
| (સમાધિશતક) શરીર એ પુદ્ગલપિંડરૂપ છે અને આત્મા ચૈતન્યરૂપ છે- ચેતન-ચેતનાથી યુકત છે. જે દેખાય તે પુદ્ગલ છે અને જે દેખાતું નથી પણ આત્માને પોતાના જ્ઞાનાદિગુણથી અનુભવાય છે તે જ ચેતન છે. આ પ્રમાણે શરીર અને આત્માનું ભેદ જ્ઞાન સતત જીવને જરૂરી છે. મારી જ્ઞાન ચેતનાને મારા ચેતન સાથે જ સંબંધ બંધાય તો જ મનુષ્યભવ સફળ છે, તો જ મોક્ષમાર્ગની શરૂઆત છે. ચેતનારાજ સિવાયના બધા જ સંબંધો છોડી ફકત ચેતના સાથે ચેતનનો સંબંધ જોડવાનો છે. કારણ શરીરમાં છે ત્યાં સુધી કોઈક નાતો સંબંધ વ્યવહારથી બાંધવો પડશે. માત્ર સિદ્ધમાં જ ચેતન-ચેતના એક સ્વરૂપે છે.
નેમ-રાજુલનો સંબંધ જુદો ન રહે. રાજુલે તેમના આત્મામાં પોતાના આત્માને વિલિન કર્યો. બન્ને સિદ્ધ ગતિમાં એક જ થયા. સિદ્ધની અસંગ અવસ્થા છે. સંસારની સંગ અવસ્થા છે. આથી જેને પરના સંગમાં અકળામણ થાય - છૂટવાનું મન થાય તે જ મોક્ષમાર્ગમાં છે. જીવે પરના સંયોગોનો મોક્ષ કરવાનો છે. પ્રથમ મોક્ષ મોહનો કરવાનો છે.
સંસારની પરંપરામાં અનંતાનુબંધીનો મોહ અને મિથ્યાત્વ એ બન્ને પ્રમુખ કારણ છે. જો મિથ્યાત્વની મંદતા કે ગેરહાજરી હોય અને અનંતાનુબંધીની ગેરહાજરી હોય, પણ બીજા અપ્રત્યાખ્યાનીય આદિ મોહની હાજરી હોય તો અનુકૂળ પુદ્ગલના સંયોગનો ગમો થાય, તે સુખરૂપલાગે પણ સામે મિથ્યાત્વનથી અર્થાત્ સમ્યગદર્શન છે તો તેથી પુદ્ગલમાં થતો ગમો ખોટો લાગે, સુખ પણ આભાસરૂપ લાગે છે, ભલે તેમાં હાલ પરનો (પુદ્ગલનો) સંયોગ સુખરૂપે અનુભવાય છે. ભયંકર ઉનાળામાં
અજીવ તત્ત્વ | 47