________________
ભાવો મારામાં વાસ્તવિક પ્રગટ થશે તો જ હું પરમાત્માની આજ્ઞાનું સાચી રીતે પાલન કરી શકીશ.
આવીદષ્ટિથી જગતને જોવાથી જ આસ્તિક્ષ્ય નિર્મળ થશે. તેનાથી સમ્યગદર્શન પણ સુલભ થશે. સ્વ અને સર્વના સાચા ઉપકારી બનવું હોય તો તે સર્વજ્ઞ બન્યા વિના સંભવે નહીં. સર્વજ્ઞ બનવા વડે જ આપણે સર્વજ્ઞના ઉપકાર કે ઋણમાંથી મુકત થઈ શકીએ છીએ તે માટે પ્રભુએ જે સાચા તત્ત્વનો પ્રકાશ કર્યો છે તે પ્રકાશ આપણે આપણા આત્મા પર થાય તેવો પુરુષાર્થ કરીએ તો આપણું ભવ અટવી ભ્રમણ અટકે. આ નિર્ણય થશે તો જ સર્વજ્ઞની વાત હોંશથી સાંભળીશું અને સ્વીકારશું અને જયાં સુધી તેનો પૂર્ણ અમલ નહીં થાય ત્યાં સુધી જીવનમાં શાંતિ, સમાધિ અને સંતોષ નહિ પ્રગટે પણ તેનો ખેદ ઉભો રહેશે. તેથી જિનવાણીમાં મારે તcવાણી જ સાંભળવી જોઈએ, તેવા જ મિત્રોનો સંગ કરવો જોઈએ, તેવા જ ગુરુના પડખા સેવવા જોઈએ, તેવું જ શાસ્ત્ર, પુસ્તકનું વાંચન અને ચિંતન કરવું જોઈએ. કર્મોને મૂળીયા સહિત ઉખેડવા જ્ઞાન અને દિયા બન્ને જરૂરી છે. ગમે તેટલી તીવ્ર - તીણ તલવાર પણ હાથા વડે પકડીને ફેરવવાની પ્રવૃત્તિ (ક્રિયાથી) જ તે વસ્તુને કાપી શકે છે. હાથાની પ્રવૃત્તિ વિના કાપવાનું કાર્ય ન થાય. તલવારની તીક્ષ્ણ ધાર રૂપ જ્ઞાન છે અને હાથાને હલાવવા રૂપ પ્રવૃત્તિ તે ક્રિયા છે. આમ પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા અથવા પ્રથમ જ્ઞાન પછી દયા. પોતાના આત્મા પર દયાનો પરિણામ લાવવાનો છે તો જ વર્તમાન કાળમાં જે મનુષ્યભવ અલ્પકાળનો અને અનેક ઉપાધિથી ભરેલો મળ્યો છે તેની પૂર્ણ સાર્થકતા થશે અને તે માટે કાળ દ્રવ્યની વિચારણા કરવી જોઈએ. દેવભવ વધારે ભયાનક શા માટે?
અપેક્ષાએ સૌથી ભયાનક દેવભવ છે. ત્યાં સાવધાની રાખવી મુશ્કેલ છે. દેવભવમાં પ્રાપ્ત થતું દિવ્યવૈક્રિય શરીર-ઉદ્યોત નામકર્મવાળું, તેજસ્વી, નિરોગી, પરસેવા અને મળ રહિત, કોઈ અશુચિ શરીરમાંથી ન નીકળે તેવું હોય છે. આવા સુંદરાકારવાળા દેહમાં જીવોને સહજ મોહ ઉત્પન્ન થાય છે. આત્માને ભૂલી ચામડાની દષ્ટિથી ચામડાને જ જોવામાં આત્માને જોવાનું ખોઈ નાંખે છે. મોટા ભાગના જીવો પુદ્ગલ ચામડારૂપ દેહમાં ચામડાની દષ્ટિથી તેને જ જોવામાં અને તેને કાયમી સારું રાખવામાં જીવનની પૂર્ણાહૂતિ કરતા હોય છે. અનંતકાળમાં અનંતીવાર
46 | નવ તત્ત્વ