________________
૧) શબ્દઃ શબ્દ બાદર પરિણામ પુદ્ગલ છે. ભાષા વર્ગણા સૂક્ષ્મ પરિણામી
છે. છતાં જયારે તે શબ્દ રૂપે પરિણામ પામે ત્યારે તે આઠ સ્પર્શવાળા અનંત પુદ્ગલ સ્કંધોમાં શબ્દની ઉત્પત્તિ થાય છે. પગલાદિ દ્રવ્યો વિશે અન્ય દર્શનની માન્યતા ભિન્ન છે
અન્ય દર્શનો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય માનતા નથી. આકાશને વાદળી રંગરૂપ માને છે પણ આકાશને લોકાલોક વ્યાપ્ત માનતા નથી. આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ માને છે. આથી તેઓ વેદની રચનાને આકાશવાણી રૂપ જ માને છે. પૃથ્વીને ચતુર્ગુણી, અપકાયને ત્રિગુણી અને વાયુને દ્વિગુણી માને છે અર્થાત્ પૃથ્વીને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ચાર રૂપે, અપકાયને વર્ણ અને સ્પર્શરૂપે અને વાયુકાયને માત્ર સ્પર્શ અને ગંધ રૂપે માને છે અર્થાત્ જેટલું ઈન્દ્રિયથી પ્રત્યક્ષ અનુભવ થાય તેટલું માને. આથી નિશ્ચય થાય કે સર્વજ્ઞ વિના પૂર્ણ સત્ય કોઈ પ્રકાશી શકે નહીં અને તેના વિના પૂર્ણ સત્ય માન્યતા પણ થઈ શકે નહીં. શબ્દ એ બાદર પરિણામી ૮ સ્પર્શી છે તેથી તે ગ્રામોફોનમાં ટેપ થઈ શકે છે. ધ્વનિની જેમ વાયુથી શબ્દ ઘસડાય છે તેથી દરિયાની મધ્યમા વાતો કરનારની વાતો જો પવન તે દિશાનો હોય તો કિનારે રહેલાને તે સ્પષ્ટ સંભળાઈ શકે. શબ્દ એ બાદર પુદ્ગલ હોવાથી મોટા શબ્દો કાન પર વ્યાઘાત કરે કાનનો પડદો પણ ફાટી જાય. ખેડૂતો તીડ આદિને ઉડાડવા ઢોલ વગાડે છે. ઢોલના શબ્દો (ધ્વની) તીડના શરીરને વ્યાઘાત કરતાં હોવાથી તે ભાગી જાય છે. શબ્દના પ્રતિઘોષ ગુફામાં પડે છે.
શબ્દ ત્રણ પ્રકાર: (અ) સચિત્ત (બ) અચિત્ત (૩)મિત્ર. (અ) સચિત્તઃ સ્ત્રી, પુરુષ, પંખી, પશુ આદિના મુખમાંથી નીકળતા શબ્દો સચિત્ત છે. તેમાં સામાન્યથી સ્ત્રીઓનો, પક્ષીઓનો સ્વર મધુર, મૃદુ, સ્નિગ્ધ હોય તે વધારે ગમે છે અને રાગનું કારણ બને છે. કોકિલકંઠ સાંભળવો વધુ ગમે. જ્યારે પુરુષો તથા પશુઓવગેરેના સ્વરકશ, કઠોર, સ્થૂલ(મોટો) હોવાનાકારણેઅપ્રીતિનું કારણ બને છે. કાગડાનો સ્વર, ગધેડાની ચીસો, કૂતરાનું ભસવું વગેરે આર્તધ્યાનનું કારણ બને.
સુનંદા અને રૂપસેનનું ચરિત્ર:
સુનંદા પતિ સાથે ઉનાળાના કાળમાં ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા છે. ત્યાં સુનંદાના પૂર્વભવનો પ્રેમી (હંસ) ત્યાં વૃક્ષ પર બેસી સુનંદાના રૂપમાં આસકત બની 34 નવ તત્ત્વ