________________
દ્રવ્ય છે, તેમ આકાશ પણ એક અખંડ દ્રવ્ય છે અને તે લોકાલોક વ્યાપી છે. આત્માના જ્ઞાનાદિગુણનું માપ કાઢવા આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય કામ લાગે નહીં. કેવલજ્ઞાનનું માપ કેટલું? જેમ આકાશ અમાપ, તેનો કોઈ છેડો નહીં તેમ કેવલજ્ઞાનનો કોઈ છેડો નહીં. અમાપ એવા આકાશાસ્તિકાયના અસ્તિત્વનો નિશ્ચય જ્ઞાન દ્વારા જ થાય. તેનાથી કેવલજ્ઞાનની અમાપતાનો અનંતતાનો ખ્યાલ આવે. તેમ આનંદનું માપ શું? જેટલું જ્ઞાન શુદ્ધ તેટલો આનંદ પ્રગટે. મોહની ઉપાધિ રહિત બનેલું શુદ્ધ જ્ઞાન આનંદરૂપ થાય છે. જ્ઞાનાનંદે પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ
(પૂ. આનંદઘનજી મ.સા.) • આત્માનું સુખ અમાપ-અર્થાતુ ઊંડાGivમાં ન સમાયઃ
“આરોપિત સુખ ભ્રમઢલ્યોરે, ભાસ્યો અવ્યાબાધ,
તુમ સુખ એકપ્રદેશનું રેનવિભાવે લોકાકાશ, તો અમને સુખી કરો અમે ધરીએ તમારી આશ, અખય ખજાનો મારા નાથનોરેમે દીઠો ગુરુ ઉપદેશ, લાલચ લાગી સાહિબા, નવિ ભજીએ કુમતિ લેશ.”
(પૂ. દેવચંદ્રવિજય મ.સા.) આત્માના એક પ્રદેશમાં રહેલું સુખ લોકાલોકમાં ન સમાય તો આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલું સુખ કયાંથી સમાય?
જ્ઞાનાદિક ગુણ સંપદારે તુજ અનંત અપાર તે સાંભળતા ઉપની ચીરે તેણે પાર ઉતાર. (૧)
(અજિતનાથ સ્તવન) (પૂ. દેવચંદ્રવિજય મ.સા.) જો આપણને આપણા સુખની પ્રતીતિ થઈ જાય તો પૌદ્ગલિક સુખમાં મોહના કારણે થયેલા ભ્રમથી જે સુખનું આરોપણ કર્યું છે તે ભ્રમ ટળી જતા આત્માને સાચા સુખની અને અનંત જ્ઞાનની ઝંખના પ્રગટ થશે. જેને આત્મ સુખને અનુભવવાની તીવ્ર ઝંખના થાય તે પરમાત્માની ઉત્કૃષ્ટ આજ્ઞાના પાલન માટે ઉત્સુક બને અને સર્વ પ્રયત્નપૂર્વક તે આજ્ઞા પાળે અને તેને વર્તમાનમાં ધર્મનાં ફળરૂપે આત્મસ્વભાવ (સમતા-આનંદ) ની સહજ અનુભૂતિ થાય. કાંકદીના પન્ના
16 | નવ તત્ત્વ