________________
સ્વમાં સ્થિર થાય તેમ તેમ પરથી અસ્થિર થાય અને આત્મ રમણતા વધતી જાય. આત્મા જેમ જેમ પરમાં સ્થિર થાય તેમ તેમ સ્વમાં અસ્થિર - ભ્રમણતા વધતી જાય. અજવદ્રવ્ય રૂપી અને અરૂપી બે પ્રકારે છે તેમાં માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અરૂપી છે અને આત્મા પણ અરૂપી છે પણ હાલ કર્મને વશ બનેલો આત્મા “રૂપી” એવા પુદ્ગલ શરીરમાં પૂરાયેલો છે. રૂપી એવા શરીરને જોતાં અરૂપી એવો મારો આત્મા આમાં પૂરાયેલો છે તે યાદ આવે છે? અથવા હું અરૂપી તેવો સ્વીકાર છે ખરો? શું સર્વશની વાતનો આપણે સ્વીકાર કરીએ છીએ? જો ખરેખર સ્વીકાર કરતા હોઈએ તો તે પ્રમાણે વ્યવહારમાં તેની આચરણા થવી જોઈએ તો તેની અસર તરત આપણને થાય.
અરૂપી આત્માનો સ્વીકાર થાય તો સનકુમાર ચક્રવર્તીની જેમ રૂપને સુધારવાનું મન ન થાય.:
સનકુમાર ચક્રવર્તીને પૂર્વે પોતાના રૂપ પર અભિમાન હતું પણ જયારે દેવો પરીક્ષા કરવા આવ્યા અને તેઓએ જે રૂપના વખાણ કર્યા તે શરીરના રૂપનું જે રીતે પરાવર્તન જોયું અને તે રૂપી શરીરમાં ૧૬ મહારોગોના દર્શન કર્યા ત્યારે નિર્ણય થયો કે હું અરૂપી આત્મા છું. જે રૂપ છે તે હું નહીં પછી તે રૂપ તરફ દષ્ટિ પણ કરી નહીં, રોગોને દૂર કરવાનો કે વિકૃત થયેલા રૂપને સુધારવાનો પણ કોઈ પ્રયત્ન તેણે કર્યો નહીં. તપથી કાયાને એવી તપાવી કે તેમને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ છતાં રોગોને દૂર કરવાની તેમને ઈચ્છા ન થઈ કારણ કે નિર્ણય થઈ ગયો કે હુંઅરૂપી છું. અરૂપીમાં કાંઈ બગડતું નથી અને જે રૂપ છે તે બગડયા વિના રહેતું નથી. પોતાના અરૂપીપણાની ખાતરી થવાથી તેની જ રુચિ ઉભી થઈ અને રૂપીની ઉપેક્ષા કરી તેઓ અરૂપીના ધ્યાનમાં મગ્ન થયા.
આત્મદ્રવ્યનો નિર્ણય કરવા અને તે નિર્ણય કરીને આત્માએ પોતાના સ્વભાવમાં રમણતા કરવા, સ્વરૂપમાં સ્થિરતા કરવા માટે અજીવ તત્ત્વના નિર્ણયની જરૂર છે. આત્માને પોતાના સહજ સ્વભાવમાં ન રહેવાનું મુખ્ય કારણ જ પોતાના સ્વરૂપનું વિસ્મરણ છે અને તે વિસ્મરણનું મુખ્ય કારણ સ્વરૂપની વિકૃતિ અઘાતિ નામ કર્મના ઉદયથી અર્થાત્ રૂપી પુદ્ગલ દ્રવ્યના સંયોગથી થઈ છે. આથી જીવ અને અજીવની સ્વરૂપ સ્થિતિને સમજી અરૂપી એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયની સહાય વિશેષથી જાણી લેવી જરૂરી છે. આત્મા અખંડ
અજીવ તત્ત્વ | 15