________________
પરમાત્મા એટલે પુગલ સાથે સંપૂર્ણ ભેદ અને જીવ સાથે અભેદ
સમ્યગ્દષ્ટિનું મન મોક્ષમાં હોય માટે એ સંસારમાં ચિત્તપાતી ન હોય, કાયપાતી હોય. સમ્યગ્દર્શનનું એ લક્ષણ છે. સમ્યગ્દષ્ટિને પાપ ઘરમાંથી નીકળવાનો જ ભાવ હોય. શારીરિક નબળાઈ કે સત્વના અભાવાદિના કારણે બાહ્ય સંયોગો છોડી ન શકે તો પણ રહેવાનું મન તો ન જ હોય. સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે સંસાર ને મોક્ષનો નિર્ણય એકવાર બરાબર થઈ જાય ને રુચિ તેમાં થઈ જાય તો પછી આત્માનો વિકાસ ઝડપી છે. પુદ્ગલનો પુદ્ગલ સાથે જોડાવાનો સ્વભાવ છે. આત્માનો તે સ્વભાવ નથી. આત્માનો સ્વાત્માના ગુણો સાથે જોડાવાનો સ્વભાવ છે. પરમાત્માએ પુદ્ગલ સાથે સંપૂર્ણ ભેદ અને જીવ સાથે સંપૂર્ણ અભેદ પરિણામ કર્યો માટે જ તે પરમાત્મા બન્યા. આપણને પણ એક પણ જીવ પ્રત્યે દ્વેષ ન થાય, પછી તે નિગોદ, નરક કે દુશ્મનાદિ કોઈપણ જીવ હોય. પુદ્ગલ બધું જ હેય લાગે તો આત્મા પરમાત્મા થવાને લાયક બને. પરમાત્માની આજ્ઞા છોડવા-તોડવા તૈયાર પણ પ,ર૫ કે ૧૦૦ વર્ષના જે સંબંધો બંધાયા છે તેને છોડવા તૈયાર નથી. તેની સાથે શાશ્વત સંબંધ કરવાની ભાવનાવાળા છીએ. આપણે પુદ્ગલના સ્વભાવમય બનીને જડ જેવા બની ગયા છીએ. ગોર સંબંધો બંધાવે. ગુરુ તેને જ કહેવાય જે ગોરે બંધાવેલા સંબંધોને ભગાવે અને આત્મા સાથે શાશ્વત સંબંધ જોડાવે.
પર સાથે અનાદિકાળથી આત્મા જોડાયેલો છે હવે તેને સ્વ સાથે જોડાવાનું છે. ધર્મની સ્થાપના પણ તે જ આત્મા માટે છે કે જેને સ્વ સાથે જોડાવું છે. પર સંયોગ દ્વારા થયેલી પર અવસ્થાનો પોતાને નિર્ણય ન થાય તો તે વાસ્તવિક ધર્મની આરાધના કરી શકે નહીં.
આત્મામાં રહેલો ધર્મ (ગુણ) એનિશ્ચય રૂ૫ છે અને તેને પ્રગટાવવા સાધના રૂપ જ્ઞાનાચારાદિ વ્યવહાર (વિધિ) ધર્મ કરવાનો છે.
આત્મા આત્મામાં ત્યારે જ સ્થિર થઈ શકે જ્યારે એ પરથી છૂટો થાય. સમગ્ર ધર્મ આરાધના વ્યવહારથી મૂકી છે, તે પણ બધો જ વ્યવહાર આત્મથી પર છે એટલે જ મોટો વાંધો આવ્યો, આપણે એટલે જ અટવાઈ ગયા, નહીં તો ધર્મની વૃદ્ધિ સહજ થવી જ જોઈએ. તે કેમ ન થઈ શક્યું વ્યવહારને ધર્મ માનીને ત્યાં જ પૂર્ણતા માની લીધી. ધર્મ શું કરવાનો છે તે જ ન જાણ્યું. આત્મ કલ્યાણ કરવું હોય તો માન્યતા ફેરવવી જ પડે. ધર્મ આત્મામાં રહેલો છે તેને પ્રગટ કરવાનો
288 | નવ તત્ત્વ