________________
ઉપયોગ અહિત માટે જ કરવાનો છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું કે આત્મજ્ઞાનથી કર્મ ક્ષય થાય. આત્મા પર બંધાયેલા કર્મોનો નિકાલ થાય તો જ આત્માનું હિત થાય. કર્મોનો નિકાલ થાય તો જ સ્વરૂપ અને સ્વભાવ પર જે આવરણ છે તેનો નિકાલ થાય. કર્મો સ્વરૂપ અને સ્વભાવ પર આવરણ કરે છે. તેનાથી ઢાંકી દે છે, ઢાંકીને વિરૂપ ઉભું કરે છે પણ સ્વરૂપ અને સ્વભાવનો નાશ નથી કરી શકતો. વર્તમાનમાં આપણા સ્વરૂપને સ્વભાવને આપણે ભૂલી ગયા છીએ માટે જ કર્મો બંધાય છે.
આત્મા પરિગ્રહ શા માટે કરે છે?
આત્મા આત્માને ભૂલ્યો ને કર્મે જે શરીર રૂપી પરિગ્રહ આપ્યું તેને પોતાનું માન્યું તેના માટે જ આત્માએ પરિગ્રહ કર્યો. શરીરનો એ જ સ્વભાવ છે કે પરિગ્રહ કરાવવો, માટે શરીરને પરિગ્રહ માનવો જ પડે. શરીર એ દ્રવ્ ને ભાવ બે રીતે પરિગ્રહ બને છે. શરીર એ દ્રવ્યથી ઔદારિક વર્ગણાઓના પિંડ રૂપે છે. અનંતી વર્ગણાઓથી બને છે માટે એ દ્રવ્ય પરિગ્રહ છે એને પોષવા માટે સતત આહારરૂપે પુદ્ગલ પિંડનો પરિગ્રહ આપવો જ પડે અને શરીરને મારા તરીકે માનવું તે ભાવથી પરિગ્રહ છે માટે આપણને એ નિર્ણય થવો જોઈએ કે શરીર એ પરિગ્રહના સ્વભાવવાળો જ છે અને આત્મા એ પરિગ્રહના સ્વભાવરૂપ નથી. શરીર પર જેટલી મમતા ઉભી કરીએ તેટલો ભાવથી પરિગ્રહ વધારે. માટે જ કાઉસ્સગ્ગ ધ્યાનમાં કાયાની મૂચ્છને વોસિરાવીએ છીએ. કાયાને છોડી નથી શકતા પણ તેની મૂચ્છ, તેના પ્રત્યેની મમતા છે તેને છોડી દેવાની છે. જે આત્મા ભાવ પરિગ્રહ વર્તમાનમાં છોડી શકે છે તે ભાવિમાં કાયાનો સંપૂર્ણ ત્યાગ કરી શકે છે. અભવીનો આત્મા કાયાનો પૂરો રસ કાઢીને નિચોવી નાખે છે પણ તેની કાયાની મમતા છૂટતી નથી માટે ભાવિમાં તેને સારી કાયા મળે છે. જ્ઞાનસારમાં પણ ઠેર ઠેર આ જ વાત કરી છે. પોતાના આત્માનું પૂર્ણ જતન મુનિ સિવાય કોઈ કરી શકે તેમ નથી.
“જગત જેની અપેક્ષા કરે, મુમુક્ષ તેની ઉપેક્ષા કરે.” પુણ્ય એ પરિગ્રહ છે:
મુનિ માટે બે જ ઉપાય બતાવ્યા. સ્વરૂપ ને સ્વભાવની જ પૂર્ણતા કરવાની છે અને તેની માટે જે વ્યવહાર કરવો પડે તે જ તારો આચાર છે. તે સિવાય બીજું કાંઈ કરવાનું નથી અને શ્રાવકોને પણ આ જ કરવાનું છે. કારણ સાધુ થવાની ઈચ્છાવાળો જ શ્રાવક કહેવાય. ધર્મ કરતાં પણ જો આત્મામાં નિજારાનું લક્ષ નથી 286 | નવ તત્ત્વ