________________
છૂટવાનું મન ન થાય, પણ એ વર્તમાનમાં અલ્પ સમય જ આવે છતાં એની મસ્તી આખો દિવસ અનુભવાય -શુભ અધ્યવસાય આખો દિવસ ચાલે. જો આત્માની અનુભૂતિ કરવાનો નિર્ધાર થાય તો આ ઊર્ધ્વગતિ સ્વભાવને યાદ ન કરવો પડે પણ આખો દિવસ જે આશ્રવ રૂપ આત્મા બનેલો છે ત્યાં તેને પશ્ચાતાપ થાય કે તું ખોટા માર્ગે છે. સ્વભાવમાં તું નથી, ક્યાં ભમી રહ્યો છે. આ દ્રવ્યથી વાત થઈ. તો ભાવથી ઊર્ધ્વગતિ શું? આત્મવીર્ય આત્મગુણોમાં પ્રવર્તમાન થાય અને તે આપણા હાથમાં છે. જ્યાં સુધી આયુષ્ય કર્મનો ઉદય છે ત્યાં સુધી ઊર્ધ્વગતિ કરવામાં આપણે સ્વાધીન છીએ. ભાવથી ઊર્ધ્વગતિ કરવાનું દ્રવ્ય સાધનમન અને ભાવસાધન સમ્યકત્વ સહિત જ્ઞાન-ચારિત્ર ગુણનો સચોપક્ષમ ભાવ. આથી આત્મા ભાવથી ઊર્ધ્વગતિ કરી શકે અને તે કથા ગુણઠાણાથી શરૂ થાય. સમ્યગ્દર્શન આવે ત્યારથી શરૂઆત થાય. એની માટે પ્રીતિ અનુષ્ઠાનમાં આવવું પડે. તે માટે પ્રશ્ન થવો જોઈએ કે મને દેહ વધુ પ્યારો લાગે છે કે પરમાત્મ પ્યારા લાગે છે? જેને પરમાત્મા પ્રિય લાગે તે એક પણ વ્યવહાર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ ન કરે. દેવ મૂળદેહે તો દેવલોકમાં હોય અને ઉત્તર વૈક્રિય શરીર કરીને દેવલોકની બહાર જાય. મૂળ શરીરથી દેવી સાથે પણ હોય અને બીજા શરીર વડે પરમાત્મા પાસે પણ હોય. દેહ કરતાં પરમાત્મા પ્રત્યે અધિક રાગ હોય તો જ પ્રીતિ અનુષ્ઠાનમાં આપણો નંબર લાગે. સતત ર૪ કલાક આ વાત તપાસવી પડે. નૈવૈદ્ય કોને વધારે ચડાવે છે? દેહને કે પરમાત્માને? જો આ તપાસ કરશો તો બધું જ જાણી શકાશે. તો પરમાત્માની બધી જ આશાતનાઓ છૂટી જશે. ધર્મમાં પ્રીતિ અનુષ્ઠાનથી જ પ્રવેશ મળે છે.
શરીર એ દ્રવ્ય અને ભાવ રૂપે પરિગ્રહ છે: આત્માને પોતાના હિતનો નિર્ણય થાય તો તેણે અનાદિનો જે ઊંધો પુરુષાર્થ કર્યો છે તે સંપૂર્ણ ફેરવવો પડે. એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય તમામ જીવો સતત પુરુષાર્થ કરતા જ હોય છે. કીડી ખાય કેટલું? એનું પેટ કેટલું? ને છતાં સંગ્રહ કેટલો? વગર પ્રયોજન પણ વસ્તુ ગ્રહણ કરવાનો વિભાવ સ્વભાવ થઈ ગયો છે જે આત્માનો સ્વભાવ જ નથી. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિયને તો મિથ્યાત્વછે જ એટલે એ સંગ્રહ કરે છે પણ સંજ્ઞી પંચેન્દ્રિય એનાથી પણ વધુ સંગ્રહ કરે છે કારણ? એને મન મળ્યું છે. મનુષ્યભવ પામીને હિતનો વિચાર હિત બુદ્ધિથી ન કરે તો મળેલી સામગ્રીનો
અજીવ તત્વ | 285