________________
આત્માના સુખનો અનુભવ નહીં થાય કારણ? મિથ્યાત્વ અને ચારિત્ર મોહનો ઉદય છે અને મિથ્યાત્વ અને ચારિત્ર મોહના ઉદયમાં ક્યારેય પણ આત્મસુખને ન ભોગવી શકે કારણ તે વખતે તે પુદ્ગલનું સુખ ભોગવવાની રુચિ અને પુગલના સુખમાં આત્મસુખની ભ્રાંતિ રહે માટે જ જ્ઞાન જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી આત્મ સુખની રુચિનો પરિણામ નહીં થાય. જીવ જે પ્રવૃત્તિ કરે છે તે પ્રાયઃરુચિના પ્રમાણે ચાલતી હોય છે.
આત્માનું હિત ઘણું બધું દુર્લભ છે, જ્યાં સંજ્ઞીપણું મળે નહીંને ત્યાં સુધી સુખ માનીને દુઃખ ભોગવે એટલે દુઃખનું અનુબંધ બાંધે, ને ભાવિમાં પાછો દુઃખ ભોગવે. ભગવાનની આજ્ઞાને પૂર્ણ માનીને પાળતા નથી. જીવ માત્ર સુખનો અર્થી છે, પણ
જ્યાં સુધી મોહના પરિણામ ઓછા થાય નહીં ત્યાં સુધી આત્માના સુખની રુચિ કે અનુભવ આત્માને નહીં થાય. તેની માટે આત્માએ અપૂર્વ પુરુષાર્થ કરવો પડે. અપૂર્વ વીર્ય જ્યાં સુધી આત્મા ન ફોરવે ત્યાં સુધી આત્મસુખ ન મળે. ભ્રાન્તિની ભીતરમાં આપણે છીએ તેનો પ્રથમ નિર્ણય કરવો પડે. આત્મા ધ્યાતા રૂપે તો અનાદિનો છે જ પણ મિથ્યાત્વની હાજરીમાં ધ્યેય પર જ છે. સ્વાત્માને સત્તાગત પરમાત્મા માની સ્વાત્માને પરમાત્મારૂપ પ્રગટાવવા-પરમાત્માનું ધ્યાન કરી સર્વ પર અલંબનો છોડી સ્વાત્મામાં સ્થિરતારૂપ ધ્યાન ન કર્યું. • વિરતિ વિના ધર્મ ધ્યાન ન ઘટે:
ધ્યાન ધર્મ ધ્યાન સ્વરૂપ બનવા માટે મોહના સાધનોને છોડવા જ પડે, માટે જ વિરતિ વિના ધ્યાન ન આવે. અલ્પ અંશે પણ વિરતિ આવે તો અલ્પ અંશે ધ્યાન આવે, અને અંશ એ પૂર્ણતા અપાવે. મોહના પરિણામને છોડવો દુષ્કર છે માટે જ તમામે તમામ ધર્મક્રિયા વિરતિપૂર્વક બતાવી છે. અનુભવ આત્મામાં કરવાનો છે. પરમાત્મા પૂર્ણ ગુણથી ભરેલા છે છતાં પરમાત્માનો કોઈ અનુભવ નહીં થાય. અનુભવ ત્યારે જ થશે જેટલા અંશમાં પોતાનો આત્મા શુદ્ધ થશે માટે સ્વયં જિન બનીને જિનનું ધ્યાન કરવાનું છે અર્થાત્ જેટલા અંશે રાગ-દ્વેષને જીવ છોડે તેટલા અંશે આત્મા સ્વયં જિનપણે થયો કહેવાય, તે સિવાય શુભધ્યાન, શુભસંસ્કારનો લાભ મળશે પણ સકામ નિર્જરા અને સ્વાત્માનુભવ નહીં થાય.
જિનવાણીમાં આત્મા, આત્માના સ્વભાવ ને સ્વરૂપની વાત ન આવે તો તે જિનવાણી કહેવાય નહીં. અહીં પ્રેકટીકલ રૂપે આત્માના અનુભવની વાત ન હોય
અજીવ તત્ત્વ | 281