________________
ધરીને સ્વામી તરીકે રહેવાનું છે. પર્યાય તરીકે પણ તે પર્યાયમાંથી છૂટવાનું છે. સ્વામી બન્યા વગર સેવક સાથે વ્યવહાર કર. વીર પરમાત્મા સ્વામી છે અને ગૌતમસ્વામી સેવક છે, સાથે સાથે તેઓ ૫૦,૦૦૦ કેવલીના ગુરુ તરીકે સ્વામીના પર્યાયમાં પણ છે. એમણે પરમાત્માની અંતિમ ઘડી સુધી આ સેવકપણાનો વ્યવહાર બરાબર પાળ્યો છે. બંને ઊચ્ચગોત્રમાં છે છતાં ત્યાં પણ તરતમતા રહેવાની છે. પરમાત્મા પાસે જો આપણે સેવક બનીને ગયા હોત તો આજે જે આશાતનાઓ થાય છે તે ન થાત. લાખો રૂપિયા ખર્ચાય ને આશાતનાઓ પણ થાય. કર્મે તમને
જ્યાં જે વ્યવહારમાં ગોઠવ્યા છે ત્યાં તમારે ઉચિત વ્યવહાર કરીને છૂટવાનું છે. ઘર-ઘર ગૌતમસ્વામીની પ્રતિમાઓ પધરાવાય છે. પણ ગૌતમસ્વામી શું હતા તે સમજીને અંતરઘરમાં પધરાવાના છે તે થતું નથી.
જ્યાં સુધી આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થતો નથી ત્યાં સુધી તેનું હિત થઈ શકતું નથી એટલે આત્માને પોતાની વર્તમાન અવસ્થા જે છે તેનું પણ જ્ઞાન જરૂરી છે. જે સ્વભાવ છે તે પ્રમાણે આત્મા વર્તતો થાય ત્યારે જ આત્માનું. હિત થાય છે તે જ ધ્યાન છે. સર્વજ્ઞ નથી બનતો ત્યાં સુધી આત્માને પૂર્ણ જ્ઞાન થતું નથી. આત્માનો સ્વભાવ છે શેયના પૂર્ણ જ્ઞાતા બનવું, પણ વર્તમાનમાં કર્મના આવરણને કારણે એ પૂર્ણ જ્ઞાતા નથી બની શકતો માટે આવરણને હટાવવું જરૂરી છે. આવરણનું મૂળિયું મિથ્યાત્વ મોહ છે માટે જ્ઞાન પર વિશેષ તે આવરણ કરે છે. તેથી પ્રથમ મિથ્યાત્વ હટાવવું જરૂરી છે. મિથ્યાત્વની હાજરીમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે પણ જ્ઞાનની શુધ્ધતા થતી નથી તેથી તે શુદ્ધ કાર્ય કરી શકતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય કર્મબંધ સૌથી વધારે કરી શકે છે કારણ કે એનું જ્ઞાન મલિન છે. મન એ જ્ઞાનનું સાધન છે પણ મિથ્યાત્વને લીધે જ્ઞાન મલિન છે માટે રાગાદિ ભાવો પણ વધારે કરે છે. અસંજ્ઞી માત્ર વર્તમાનની જ સુખ-દુઃખની પ્રવૃત્તિ-નિવૃત્તિની વિચારણા કરી શકે છે. જ્યારે સંજ્ઞી ભવિષ્યની પરલોક સબંધીની વિચારણા કરે છે અને તેમાં સુખ કેમ મળે અને દુઃખ કેમ ટળે એની જ સતત વિચારણા કરે છે. વિકસેન્દ્રિય પણ સુખ મેળવવાનો જ પ્રયત્ન કરે છે. પણ સુખ મેળવવાનો આત્માનો
સ્વભાવ હોવા છતાં પણ એને દુઃખ જ મળે છે, કારણ આત્મ સુખનું ભાન નથીને મિથ્યાત્વની હાજરી છે તેના લીધે જ્ઞાન અશુદ્ધ બની જાય છે તેથી આત્માને દુઃખમાં સુખનો ભ્રમ પ્રગટ થાય છે. પીડા છે ત્યાં સુખ માને છે. 280 | નવ તત્ત્વ