________________
વળવો જોઈએ તેને બદલે તે ભિન્ન દિશામાં જાય છે. આત્મા અસ્તિત્વ તો ઈચ્છે જ છે એટલે પુદ્ગલના દ્રવ્યના અસ્તિત્વને એ ઈચ્છે છે. આપણે ઈચ્છા શું છે? ઊંડે ઊંડે જાતને તપાસીએ તો પ્રાયઃ ખ્યાલ આવે કે આપણને આપણા આત્માના અસ્તિત્વની ઈચ્છા નથી પણ પુદ્ગલની જ ઈચ્છા છે અર્થાત્ દેહમાં રહેવાની ઈચ્છા સહજ થાય છે.
વ્યવહાર આજ્ઞા દ્રવ્યપ્રાણથી કરવારૂપ અને નિયઆજ્ઞા ભાવપ્રાણથી કરવારૂપ છે:
ધર્મ એવો જ કરવાનો છે કે પોતાના શેયના અસ્તિત્વના જ્ઞાતા બને અને જિનની પરમ આજ્ઞા પણ એ જ છે. આપણા વ્યવહાર ધર્મમાં આ વાતનો જ અભાવ છે, માટે ધર્મ બનતો નથી. પરમાત્માની પરમ આજ્ઞા એ જ છે, પણ આ આજ્ઞા લાગી નથી. ચોવિહાર, નવકારશી, સામાયિક વગેરે આજ્ઞા માનીને આજ્ઞા છે એમ લાગ્યું પણ જે આજ્ઞા છે તે જન આજ્ઞા ન લાગી. તત્ત્વરૂપે-પ્રાણરૂપે જે આજ્ઞા લાગવી જોઈતી હતી તે જ ન લાગી. વ્યવહાર એ દ્રવ્યપ્રણા રૂપ આજ્ઞા છે અને નિશ્ચય એ ભાવપ્રાણ રૂપ આજ્ઞા છે અને એ આપણને ન સમજાયું. દુઃખમુક્તિ ને સુખમુક્તિ એ ધર્મનું ફળ છે અને તે ધર્મ કરતા તરત અનુભવાય. દ્રવ્યપ્રાણની સાથે ભાવપ્રાણ જોડવાના છે, ને પછી દ્રવ્યપ્રાણને છોડવાના છે, ભાવપ્રાણ નહીં જોડાય ત્યાં સુધી દ્રવ્યપ્રાણ છૂટશે પણ નહીં. અનાદિકાળથી આત્મા દ્રવ્યપ્રાણોની સાથે જ છે અને તે આપણને સાવ મામૂલી આપે, બાકી બધું દબાવીને બેસી ગયો છે. એક સમયમાં સમગ્ર લોકાકાશને સર્વગુણ-પર્યાય દ્વારા ત્રણે કાળને જાણી-જોઈ શકે એટલી આત્માની કેવલજ્ઞાન શક્તિ છે એ ભાન આપણને નથી માટે આત્મા ગુલામ બન્યો. આંખ હોય તો જોઈ શકે, નબળી હોય તો ચશ્મા કે દુરબીન લાવો, આ પરાધીનતા આપણને લાગી છે? ક્યાં આત્માની શક્તિ ને ક્યાં કર્મસત્તાએ આપણને આપેલી સાવ મામૂલી શક્તિ? આત્મામાં સ્વાધીન બનવા જિનાજ્ઞાને પરાધીન બનવું જરૂરી. આત્માની શક્તિની સામે એ અંશમાત્ર પણ ન કહેવાય. તમારી સંસારની તમામ પ્રકિયા સ્વાધીન બનવા રૂપ ચાલે છે પણ આત્માને એ વધારે ગુલામ બનાવી રહી છે. સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા સિવાય આત્માને કોઈ સ્વાધીન બનાવી શકે નહીં આત્માને પર સંયોગ-સંબંધ બંધન રૂપ લાગે નહીં ત્યાં સુધી મોક્ષમાર્ગની સાધના ન થાય. આ પ્રક્રિયા કોઈ નહીં બતાવી શકે. આપણને પરાધીનપણું દેખાતું ન હોય અને એ જગમતું હોય તો ધર્મ પણ
278 | નવ તત્ત્વ