________________
આથી જીવ પોતાના પરનો પ્રેમ છોડી તે યુગલને પકડવા જાય છે. જેમ શેરડી મધુરરસથી ભરેલી છે. તેને જેમ જેમ ચાવવામાં આવે તેમ તેમ મધુરરસની તૃપ્તિ જીવને થાય છે. પણ શેરડીમાં જ્યાં જ્યાં ગાંઠ હોય ત્યાં મધુર રસ હોતો નથી. તેમ પુદ્ગલ પ્રત્યેની ગાંઠ(રાગ) જ્યાં બંધાશે ત્યાં જીવને જીવ વિષે પ્રેમ પ્રગટ નહીં થાય.
જેને આત્મામાં રસનો અનુભવ થાય તેને બીજા કોઈ રસની જરૂર પડે નહીં. તેથી યોગીઓ વન, ગુફા, સ્મશાન કે ગમે તેવા સ્થાનમાં એકલા પણ સ્વગુણોનો અનુભવ રસ માણવામાં એવા નિમગ્ન બની જાય કે તેઓ બહાર દષ્ટિ પણ કરે નહીં. બહારની દુનિયાથી અલિપ્ત થઈ જાય. ‘વિષયલગનકી અગ્નિ બુઝાવત પ્રભુ ગુણ અનુભવ ઘારા, ભાઈ મગ્નતા તુમ ગુણ રસકી કુણ કંચન કુણદારા'
| (શિતલનાથ પ્રભુનું સ્તવન – પૂ. મહો. યશોવિજય મ.સા.) આત્માના જ્ઞાનાદિ પાંચ ગુણોમાં જેમ જેમ આત્મા મગ્ન બને તેમ તેમ તેને પુદ્ગલોના ગુણોમાં ઉદાસીનતા નીરસતા આવ્યા વિના ન રહે. પુદ્ગલના ગુણો અને આત્માના ગુણો બન્ને સ્વરૂપે વિરુદ્ધ છે. આત્માના ગુણો અરૂપી અને પુદ્ગલના રૂપી, આથી બન્ને સાથે કદી ભોગવી ન શકાય. આથી પુદ્ગલના ગુણોમાં વધારેમાં વધારે તદાકાર એકમેક થાય ત્યારે પાંચ રસાસ્વાદમાં તૃમિ થવાનો આભાસ થાય.
આત્મામાં મોહનો ઉદય થાય એટલે આત્મરસ છોડી જીવ બહાર ખાટો, મીઠો, તીખો, તૂરો અને કડવો અને આ પાંચ રસમાં પોતાને જે વધારે અનુકૂળ, સ્વાદ સુખરૂપ લાગે તે ભોગવવા જાય છે. સૌ પ્રથમ ચક્ષુથી તે આકાર રૂપ તરફ તેની દષ્ટિ દોડશે પણ તેનો સંબંધ દેહથી ઘણો દૂરનો થાય, પછી તે રૂપ અને આકારમાં રહેલી ગંધને દૂરથી પકડી પુદ્ગલની નજીક આવશે અને પછી તેનો સ્વાદ માણવા તેને દાંત વડે ચાવી ચાવીને તેમાં રહેલા રસનું (ખાટા-મીઠા સ્વાદ) રસ માણવામાં પોતાને સુખી માનશે જે જીવ માટે માત્ર સુખાભાસ રૂપ બને. બેઈદ્રિયો (રસ અને સ્પર્શ) વિશેષથી ભોગેન્દ્રિય ગણાય. તેમાં રસનેન્દ્રિયમાં બન્ને ઈન્દ્રિયોનું કાર્ય સાથે થાય. સ્પર્શ અને રસ બન્નેને સાથે જ્ઞાન થાય, તેથી સૌથી વધારે સુખાભાસ રસનેન્દ્રિયમાં જીવોને થાય અને રસનેન્દ્રિયનો ભોગ જીવો જાહેરમાં કરી શકે તે વિશેષથી પાપરૂપ ન લાગે જ્યારે સ્પર્શેન્દ્રિયના વિષય ભોગોને જીવો જાહેરમાં ન કરી શકે, ભય લજ્જા ખચકાટ થાય.
અજીવ તત્વ | 245