________________
• આત્માની સદ્ગત અને દૂર્ગત એટલે શું?
આત્માએ પોતાના પરિણામો છોડીને પુદ્ગલના ૧૦ પરિણામરૂપે રહેવું એટલે દૂરગતિ અને પુદ્ગલના પરિણામોને છોડી આત્માએ પોતાના રુચિપરિણામો સાથે રુચિપૂર્વક રહેવું તે આત્માની સદ્ગતિ. પુદ્ગલના ગતિ, બંધ, ભેદ, સંસ્થાન અને વર્ણ ગંધાદિ પરિણામો સદા પુદ્ગલ દ્રવ્યમાં જ રહેનારા છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્મામાં રહેનારા છે. તે પુદ્ગલમાં કદી પરિણમવાના નથી, છતાં અનાદિકાળથી આત્મામાં મિથ્યાત્વની વાસનાના કારણે તેનો ઢાળ પુદ્ગલ તરફનો છે. આથી પુદ્ગલના ગુણોને માણવા તે આકર્ષાય છે. આથી જ જિનશાસ્ત્રમાં વિધાનઃ
“ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ,
મિચ્છતા દુર્ગધ દૂરઢળે, પ્રગટે આભસ્વરૂપ.” માનવભવની સફળતા માત્ર આત્મસ્વરૂપ પ્રગટાવવામાં અને પરમાત્મા સ્વરૂપે થવામાં જ છે. તે સિવાય બીજુ બધું બાહ્યસંપત્તિ આદિ બીજા ભવોમાં પ્રાપ્તિ થઈ શકે છે. ચક્રવર્તી કરતા પણ વધારે સામ્રાજય, ઋદ્ધિ-શરીર, રૂપ-વૈભવાદિ બધુ દેવમાં પ્રાપ્ત થાય છે તેમ છતાં તેના કરતા પણ મનુષ્યભવની વિશેષતા એટલા માટે છે કે, પરમાત્મા પદની પ્રાપ્તિ-આત્મા-સ્વભાવ રમણતા જે મનુષ્ય ભવ સિવાય કોઈ પણ ભવમાં શક્ય નથી. તેથી જીવને મનુષ્યભવ પ્રાપ્ત થયા પછી તે તરફ રુચિ ન થાય અને તેનાથી વિપર્યાસ આત્મ સંપત્તિને બદલે પુદ્ગલ તરફ આકર્ષણ રસરુચિ થાય તેનું મૂળ કારણ મિથ્યાત્વ છે. આથી આત્મા માટે મિથ્યાત્વ એ દુર્ગધ (દુરભિ. આત્માના ગુણ સુગંધને માણવાને બદલે પુદ્ગલની સુગંધ જે સદા સુગંધરૂપે રહી શકતી નથી, જેનો ભોગ આત્માને નરકાદિ દુરગતિ અપાવે. દુર્ગધ એટલે આત્માના ગુણ સુગંધથી આત્માને દોષ તરફ ઢસડી જાયતે. પુલના ગુણોમાં ક્રમસર આત્મા ઢસડાતો જાય. પ્રથમ દૂરથી આંખ આકાર, રૂપને પકડે, જે વસ્તુ સામાન્યથી રૂપ અને આકારથી જેટલી સુંદર હોય તેમાં સુરભિગંધ પણ હશે. ગુલાબ, ચંપો, કમળાદિ સુગંધી પુષ્પો તેનો આકાર, વર્ણ પણ આકર્ષણનું કારણ, તો તેમાં રહેલી ગંધ પણ વિશેષ આકર્ષણનું કારણ બને, સહજ તેની સાથે જોડાવાનું મન થાય. સંયોગ એ સંસાર કહ્યો છે. આત્મા જ્યારે પુદ્ગલ સાથે મોહના સંબંધથી જોડાય ત્યારે તેના ભાવ સંસારનું સર્જન થાય. જો ધ્યાન માટે આત્મા 242 | નવ તત્ત્વ