________________
(૫) વર્ણ (૩૫) પરિણામ : આપણે પુદ્ગલના ૧૦ પરિણામોની વિચારણા કરીએ છીએ. વર્ણ એ પાંચમું પરિણામ છે. પુદ્ગલનું પ્રધાન લક્ષણ વર્ણ છે. રૂપિણ પગલા:II (તત્વાર્થ સૂત્રઃ ૫-૪) જેમ આત્માનું પ્રધાન લક્ષણ ચેતના કે ઉપયોગ છે તેમ પુદ્ગલને ઓળખવાનું મુખ્ય લક્ષણ રૂપ છે. જેમ આત્માને ઓળખવા આત્માના પાંચ લક્ષણો છે – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, તેમ પુદ્ગલને ઓળખવા તેના સામાન્ય ચાર લક્ષણો છે – વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. દરેક પરમાણુમાં આ ચાર લક્ષણો અવશ્ય હોય. પરમાણુ શાશ્વત છે. તેમાં રહેલા વર્ણાદિ સદા તેની સાથે રહે છે પણ તે વર્ણાદિ પરિવર્તન સ્વરૂપ છે. એક વર્ણ કે એક જ સ્પર્શ તે પરમાણુમાં કાયમી ન રહે. જેમકે લાલ વર્ણ, તે જ પરમાણુમાં સદા રહે એવું નહીં. તેનું પરિવર્તન થઈ જાય. તે લાલ વર્ણ પીળો કે સફેદ કે કાળાદિ પાંચ વર્ણમાંથી કોઈ એકમાં પરિવર્તન પામી સદા રહે પણ તે જ રહે તેવું નહીં. આથી તે અનિત્ય પરિવર્તનશીલ કહેવાય.
વર્ણનું મુખ્ય કાર્ય વળ્યો (મહૂયતે) વસ્તુનેન તિવUT : જેનાથી વસ્તુ વિશેષ શોભાયમાન થાય તે વર્ણ. વર્ણ માત્ર પુદ્ગલ દ્રવ્યમાં જ છે. બાકીના ધર્માસ્તિકાયાદિ બધા દ્રવ્યો અરૂપી છે. તેથી વર્ણથી શોભામાત્ર પુદ્ગલની જ થાય, આત્માની શોભા ન થાય.
અનાદિકાળથી અરૂપી નિરાકાર આત્મા આયુષ્ય નામાદિ કર્મથી તે દેહ, રૂપ આકારને ધારણ કરવાને કારણે તેને જ પોતાનું સ્વરૂપ માનીને તે રીતે જ જીવી રહ્યો છે. હવે હું અરૂપી છું એવું સ્મરણ પણ દુષ્કર. નામકર્મના ઉદયે જે રૂપી પુદ્ગલમય અવસ્થા મળી તે ચર્મચક્ષુથી સ્પષ્ટ તેને જોવા મળે અને ગંધ, રસ, સ્પર્શાદિનો સતત અનુભવ થાય તેથી આત્મ રમણતા અતિ દુર્લભ, તેમાં મુખ્ય બાધક પુદ્ગલનું રૂપ. મોહને આધીન જીવ નામકર્મના ઉદયે પ્રાપ્ત આકાર અને રૂપમાં પોતાની શોભા માની રૂપ, આકારની સજાવટમાં પોતાની શકિત, સમયનો વિશેષથી ઉપયોગ કરશે.
પામીની સ્ત્રી સામે મુનિની નિર્વિકાર દષ્ટિ જોઈ ઈલાચી કેવલી બન્યા?
ઈલાચીકુમાર શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થયાં છતાં રૂપવાન નટડી પાછળ કુલ, મર્યાદા છોડી નટ બન્યા. ગામે ગામે નગરે નગરે નટ બની દોરડા પર નાચવાનું કામ નટડીને રીઝવવા કરે છે. રાજા પણ નટડીમાં આસકત બનવાના કારણે દોરડા પર
અજીવ તત્વ | 229