________________
પત્રલ દ્રવ્યના સંસ્થાન આકાર રૂપે થવાનું કારણ શું?:
પુદ્ગલનો અંતિમ ભાગ અવિભાજય. જેનો હવે વિભાગ ન કરી શકાય તે પરમાણુ. આ પરમાણુ સ્વતંત્ર રૂપે છે. તેનો કોઈ આકાર નિયત નથી. તે પરમાણુ રૂપે થતાં ઇંદ્રિય ગ્રાહ્ય નથી એટલો તે સૂક્ષ્મ છે. દરેક પરમાણુ ગતિ સ્વભાવ રૂપ છે તેથી સતત ગતિ કરતા હોય, સાથે પરમાણુમાં ગ્રહણ પરિણામ, બીજા પરમાણુને ગ્રહણ કરવા, ધારી રાખવા જેવા હોય છે જે આત્મામાં નથી. આથી શુદ્ધાત્મા બીજા આત્મા સાથે કે પુદ્ગલ-વર્ગણા સાથે બંધાતા નથી. જયારે પુદ્ગલ ગતિ સાથે ગ્રહણ પરિણામ અને સાથે બંધ પરિણામ છે. આથી પરમાણુ એકલા સ્વતંત્ર લાંબો સમય રહેતા નથી તરત બીજા સાથે બંધાઈ જાય. આથી ગતિ અને ગ્રહણ સ્વભાવને કારણે તથા બંધ પરિણામને કારણે એક પરમાણુ બીજા પરમાણુ એમ સંખ્યાત કે અસંખ્યાત કે અનંતાનંત પરમાણુ-ગ્રહણ અને બંધથી તે સ્કંધ (પિંડ) રૂપે થાય. આથી તે વિવિધ – પિંડ કે સ્કંધ રૂપે જે રીતે રચના થાય તે પ્રમાણે તેનો સંસ્થાન (આકાર) કહેવાય.
પુદ્ગલનો બીજો સ્વભાવ મોચન પરિણામ” –છૂટા પડી જવું. પરમાણુ સદા માટે જે રીતે બંધાય તે રીતે સદા બંધાઈને રહેતા નથી પણ અમુક સંખ્યાત કે અસંખ્યાત કાળે કે તરત પણ તે છૂટા પડે - તે તેમનો ભેદ પરિણામ છે. જે સંસ્થાન રૂપે એક વખત બંધાયા, તે રૂપે તે સંસ્થાન (આકાર) સદા પુદ્ગલનો કયારે પણ રહે નહીં. શાશ્વત પ્રતિમામાં માત્ર આકાર શાશ્વત રહે પણ તેમાં રહેલા પરમાણુઓ છૂટા પડી તેવાને તેવા બીજા પરમાણુ ગોઠવાઈ જાય.
પુદ્ગલના બંધ પરિણામ જે રીતે સંસ્થાન (આકારપણા)ને પામે તે જ ભેદ પરિણામથી જુદા આકારપણાને પામે. જેમ શેરડી આકારે લાંબી તે જ ટુકડા રૂપે જુદા આકારને ધારણ કરે. આમ પુદ્ગલના એક પરિણામ બીજા પરિણામ રૂપ થવામાં કારણ બને. જ્યારે આત્મા નિરાકાર નિરંજન હોવા છતાં કર્મને વશ હોય ત્યાં સુધી પુલના જ ગતિ, બંધ, ભેદાદિ પરિણામે યોગરૂપ અને સંસ્થાનરૂપે પરિણામ પામે છે.
એક પરમાણુ બીજા પરમાણુ સાથે ભેગા ન થાય તો તે બંધાય નહીં. તેમ આત્મવીર્ય પણ પરમાં ન પરિણમે તો તેને પણ કર્મનો કે પુદ્ગલનો બંધ ન થાય. યોગ એ ગ્રહણ રૂપ અને મોચન - છુટા થવાથી ભેદ પરિણામ છે.
218 | નવ તત્ત્વ