________________
મળેલું સાધુ પદ પણ ઉપધિ, શિષ્ય, પુસ્તક, પદ, ભકત, પ્રતિષ્ઠાદિથી પરિગ્રહના ભારથી ભારી બની ભવ સમુદ્રમાં ડૂબાડશે.
જીવમાં સૌપ્રથમ મુક્તિ અદ્વેષ આવે પછી ભવ રાગ ઘટે અર્થાત્ શરીર સુખનો રાગ તે ભવનું મૂળિયું છે એ શરીર ભવ મૂળ છે. પુગલ સુખ રાગ ઓછો ન થાય ત્યાં સુધી આત્મા સ્વાત્મ સન્મુખ બનતો નથી, ત્યાં સુધી ગ્રંથિ ભેદ નહીં થઈ શકે.
જ્યાં સુધી સ્વગુણોને અનુભવવાની ઝંખના નહીં, ત્યાં સુધી સાચો પુરુષાર્થ પ્રગટ થશે નહીં, ત્યાં સુધી ભવની પરંપરા તોડવા સમર્થ નહીં થાય. ગુણની અનુભૂતિથી જ જીવ સકામ નિર્જરા વિશેષથી કરી જલદી મુકિત તરફ પ્રયાણ આદરી શકે. કદાચ સંઘયણ બળના અભાવે એ જ ભવમાં મુકિત ન મળે તો પણ મુકિતની અપૂર્વ ઝંખના પૂર્વક કરાતી સાધના - પ/૬/૭ ગુણઠાણે મુકિતનો તીવ્ર અનુબંધ પાડી એક બે ભવમાં પણ સામગ્રીની પૂર્ણતા પામી મુકિતને વરે. અનુપમા પાંચમા આરામાં છેલ્લા સંઘયણમાં દેશવિરતિ અપૂર્વ સંવેગપૂર્વકની આરાધના વડે મુકિતના અનુબંધ પાડવા વડે સીધા મહાવિદેહમાં ઉત્પન્ન થયા અને ૯મા વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુકિત રજીસ્ટર કરાવી લીધી.
કુતૂહલવૃત્તિ ભાવ અપ્રમત્ત સાધનામાં બાધક:
મુકિત માટે સ્વભાવની રમણતાના ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરવાનો છે, નહિતર મોહરાજાની ચતુરાઈમાં ફસાતા વાર નહીં લાગે. ક્રિયામાં દ્રવ્ય-ભાવથી અપ્રમત્તતા નહીં આવે. શકિત પ્રગટે છે છતાં પ્રમાદનાકારણે ઉત્સાહનહીં રહે. લોભમોહનીયના ઉદયમાં શરીર (ગુણ દ્રવ્યાદિ) અપ્રમત્ત નહીં. કદાચ ક્રિયામાં અપ્રમત્તતા કેળવી લે પણ ભાવથી અપ્રમત્ત થવામાં કુતૂહલ વૃત્તિ કંઈક જોવાની – સુકુમાલિકા સાધ્વી, કાઉસ્સગ્ગ ધ્યાન, ઉદ્યાનમાં રહી દૂર ગોખલામાં પાંચ પુરુષથી સેવાતી વેશ્યાનું દશ્ય જોયું. ત્યાં દષ્ટિ સ્થિર થઈ. નિયાણું કર્યું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ – અપ્રમત્તપણે સૂર્ય સામે દષ્ટિ કરી આતાપના અવસ્થામાં હોવા છતાં માત્ર સૈનિકના મુખે સાંભળવા માત્રથી પુત્ર રાગ ઉત્પન્ન થતાં કાઉસ્સગ ધ્યાનમાં જ યુદ્ધ ચડયા.
લોભ વૃત્તિના વિકારરૂપ કુતૂહલ વૃત્તિથી પુગલ ભાવના આકર્ષણના કારણે અરૂપી આત્મ દ્રવ્યને બદલે પુગલ સમૂહરૂપ આકાર, રંગાદિમાં અટવાઈ જતા વાર લાગે નહીં આથી પુદ્ગલના સંસ્થાના પરિણામની વિશેષ વિચારણા જરૂરી.
અજીવ તત્ત્વ | 217