________________
માત્ર લોટ, લાડવાનો ભુકો, મેવાના પિંડ આકર્ષણ બનતા નથી. પણ તે જ લોટની પુરી, પરોઠા, ભાખરી-અનેક આકાર, નામ ધારણ કરી તે પેંડા, બરફી આદિ ચોક્કસ આકારમાં ગોઠવાઈ જાય અને સાથે તેમાં રંગ ભળે એટલે તેની શોભા વધે તેમ તેના પ્રત્યેના ભાવ પણ બદલાય.
અશુદ્ધ આત્મદ્રવ્ય પર પુગલ દ્રવ્યની જ અસર પડેઃ પુદ્ગલ દ્રવ્ય સિવાયના દ્રવ્યો (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય) આત્મ દ્રવ્યમાં બાધક નથી. સ્વરૂપથી સમાન છે, આથી એકબીજામાં બાધક બનતા નથી. બધા અરૂપી, અક્ષય, અગુરુલઘુ અને અવ્યાબાધ. જયારે પુદ્ગલ દ્રવ્ય સ્વરૂપ અને સ્વભાવ બન્નેથી વિપરીત છે. તેથી તેના સંયોગના કારણે આત્માના સ્વભાવ અને સ્વરૂપમાં તે બાધક બને છે તેથી તેના સંયોગથી છૂટવાની જિનની આજ્ઞા છે. અરૂપી આત્મા રૂપી પુદ્ગલના સંયોગ સંબંધથી રૂપી બની ગયો છે. રૂપનો મહા ભ્રમ તેને થઈ ગયો છે.
માત્ર સંયોગ સંબંધથી આત્મા રૂપી છે પણ તાદાભ્ય સંબંધથી રૂપી નથી. જેમ અગ્નિ અને તેના સંયોગથી કાળો લોખંડ અગ્નિ જેવો જ લાલ રૂપ ધારણ કરનારોઅગ્નિમય બની જાય છે છતાં જો તેને અગ્નિનો સંયોગ આપવાનું બંધ થાય તો થોડા કાળમાં જ તે ઠંડો થઈ પાછો શ્યામ રૂપે લોખંડ થઈ જશે. અગ્નિ લોખંડથી જુદો થઈ ગયો તેમ પાણીને ગમે તેટલું ગરમ કરો, પણ જેવું ગરમ કરવાનું બંધ કરો તો તેની મેળે જ ઠંડું થઈ જાય. પાણીમાં જેમ કમળ નિરાળો રહે, તે બન્ને રૂપી હોવા છતાં કમળ નિરાળો રહી શકે તો આત્મા સ્વરૂપે અરૂપી અને શરીર રૂપી, તો તેમાં આત્મા નિરાળો કેમ ન રહી શકે?
આત્મા સ્વનો જ કર્તા - ભોકતા બને અન્યનો નહીં:
આત્મા જ્ઞાનથી લોકાલોક વ્યાપી છે. સંખ્યાથી બધા આત્મા નિરાળા છે. કોઈ આત્મા કોઈ સાથે બંધાય નહીં. દરેક આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણો સ્વતંત્ર છે. અને દરેક આત્મા પોતાના ગુણો પોતે જ ભોગવી શકે, પણ એક આત્માના ગુણો બીજા ભોગવી શકે નહીં, કે તેના માલિક કે કર્તા પણ બની શકે નહીં. પોતે જ પોતાના ગુણોને સ્વ પુરુષાર્થ વડે જ પ્રગટાવવા પડે અને અરિહંત પરમાત્મા તેમાં નિમિત્ત સહાયક છે. 214 | નવ તત્ત્વ