________________
અજીવ તત્વના મુખ્ય પાંચ ભેદ છે. ૧) ધર્માસ્તિકાય ૨) અધર્માસ્તિકાય ૩) આકાશાસ્તિકાય ૪) પુલાસ્તિકાય અને ૫) કાળ.
ધર્માસ્તિકાયાદિ પાંચ તત્ત્વ એ દ્રવ્યરૂપે છે. દ્રવ્ય એટલે જે કદી ઉત્પન્ન થયું ન હોય, અનાદિથી હોય અને જે અનાદિ કાળ સુધી રહેવાનું હોય અર્થાત્ જેનો કદી નાશ થવાનો ન હોય તેમજ પોતાના મૂળ સ્વભાવને કદી છોડે નહીં અર્થાત્ સ્વ સ્વભાવને છોડયા વિના જુદી જુદી અવસ્થાને પામે તે દ્રવ્ય. દરેક દ્રવ્ય પોતાના ચોક્કસ ગુણ અને પર્યાય ધરાવતો હોય અર્થાત્ દરેક દ્રવ્યનો વિશેષ ગુણ હોય છે અને આ ગુણોની વિવિધ અવસ્થા તે પર્યાય. પર્યાયની ઉત્પતિ અને નાશ થયા કરે. જીવ સિવાયના દ્રવ્યોમાં ચેતનાનો (જ્ઞાનાદિ ગુણોનો) અભાવ છે, આથી અજીવની વ્યાખ્યા - જેમાં ચેતનાનો અભાવ તે અજીવ અને જેમાં ચેતના હોય તે જીવ -તેથી જીવ સહિત શરીરધારી જીવને સચિત્ત કહેવાય, જીવ રહિત શરીરને (પુદ્ગલને) અચિત્ત મડદું કહેવાય.
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં કાળ દ્રવ્ય અસ્તિકાયરૂપ નથી. બાકી બધામાં અસ્તિકાય છે. અતિ એટલે પ્રદેશ (નિર્વિભાજય ભાગ), કાય એટલે સમૂહ. કાળ સિવાયના પાંચ દ્રવ્યોમાં અસ્તિકાય છે અર્થાત્ અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. આકાશાસ્તિકાયના પ્રદેશો અનંતાનંત, બાકીના જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ત્રણે દ્રવ્યના પ્રદેશો અસંખ્યાતા અને તે અસંખ્યાતા પ્રદેશો સંખ્યાએ પ્રમાણમાં સમાન છે, જયારે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત કે અનંત રૂપે પણ હોય. એક એક સ્વતંત્ર પરમાણુ સ્કંધ સાથે હોય ત્યારે તે એક પ્રદેશરૂપ છે. જયારે પુદ્ગલાસ્તિકાયના પરમાણુરૂપ પ્રદેશો સ્કંધરૂપે અસંખ્યાતા કે અનંત પણ હોય. જયારે કાળ અપ્રદેશી છે. તે માત્ર વર્તમાન એક સમયરૂપ છે. ભૂતકાળ નાશ પામ્યો છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન થયો નથી, જયારે પણ કહેવાય ત્યારે વર્તમાનકાળ સમયરૂપ છે. આથી જ પરમાત્માએ ઉપદેશરૂપે કહ્યું છે કે સમર્થ લોયમ મ પમી / કાળ એ અપેક્ષાએ દ્રવ્ય છે. સમય, આવલિકા વગેરે વિશેષો છે. વિશેષો દ્રવ્યોથી કથંચિત્ અભેદ હોય છે તે અપેક્ષાએ કાળ પણ છઠું દ્રવ્ય કહેવાય. અર્થાત્ કાળ દ્રવ્યના-સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ વગેરે પર્યાયો કહેવાય. પર્યાયની અપેક્ષાએ કાળને પણ એક સ્વતંત્ર દ્રવ્ય ગણાય.
અજીવ તત્ત્વ | 5