________________
સનતકુમાર ચક્રવર્તીને અત્યંત રૂપવાન, નિરોગી શરીરમાં ૧૬ મહારોગ થયાની પ્રતીતિ પર વિવેક પ્રગટયો, વૈરાગ્ય ઝળહળ્યું અને અનિત્ય, પરાવર્તન પામનારા શરીર, રૂપ, શોભાને ફરી સારું કરવાને બદલે તેનું મૂળ કર્મ તેને જ દૂર કરવાનો દઢ નિર્ણય કરી સંસારના જર્જરિત રાજ્યાદિ સર્વ સંપત્તિ, સત્તાને ક્ષણભંગુર માની સાપ કાચળી ઉતારે તેમ છોડીને કર્મ, કાયા ને કષાય રૂપ સંસાર-મહારોગને દૂર કરવા સર્વજ્ઞ કથિત પ્રવજ્યા માર્ગનો સ્વીકાર કરી ઘોર તપાદિ સાધનાનો યજ્ઞ માંડયો. અનેક લબ્ધિઓ પ્રગટ થવા છતાં તેનો ઉપયોગ રોગાદિને દૂર કરવામાં કરતા નથી.
ભરત ચક્રવર્તી પણ ઘરેણાઓથી સુશોભિત દેહની એક આંગળીમાંથી એક વીંટી નીકળતા, તે આંગળી શોભા વિનાની જોતાં અનિત્ય ભાવના પર ચઢી ક્ષપક શ્રેણી માંડી કેવલી બન્યા.
આમ અજ્ઞાન, અવિવેકી જીવ પુદ્ગલના પરિણામમાં ભ્રમિત થઈ પોતાની સ્વભાવ દશા ગુમાવી રાગાદિ ભાવ રૂપ વિભાવ દશાને પામી સંસારમાં ભમે છે. તે ભ્રમણ નિવારવા અને આત્માની સ્વભાવ દશામાં રમણતા કરવા ધર્મ ધ્યાન જરૂરી. • ધર્મધ્યાન स्थिरमध्यवसानं यत् तद् ध्यानं।१६-१।
(અધ્યાત્મસાર) કોઈ એક વિષયમાં ચિત્તનું સ્થિર થવું તે ધ્યાન છે. ધ્યાન ચાર પ્રકારનું છે – આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાં અહીં ધર્મધ્યાનનો વિચાર વિશેષથી કરવાનો છે. • આત્મા ધર્મ ધ્યાનનો અધિકારી કયારે બને? :
ધ્યાન વિના વાસ્તવિક આત્મહિત નથી. ધ્યાન માટે પ્રથમ માત્મજ્ઞાનનં ધ્યાને આત્માના સ્વભાવ અને સ્વરૂપના નિર્ણય વડે સ્વનું સ્વ તરીકે અને પુદ્ગલના સ્વરૂપના જ્ઞાન વડે પરનું પર તરીકે નિર્ણય થાય એટલે ભેદજ્ઞાન થાય, પછી આત્મા શેયના જ્ઞાતા સ્વભાવે ધ્યાન રૂપે બને.
સ્વના સ્વભાવની પૂર્ણતાની રુચિ પ્રગટ થયા પછી પરપુદ્ગલના સંયોગથી રાગાદિ સંસારમય બનેલા આત્માને તે સંયોગ સંસારથી ભેદ કરવા રુચિ પ્રગટ થાય, પછી પર સંયોગથી છૂટવા, સ્વ સ્વભાવમય બનવા અને સ્વરૂપમાં સ્થિરતા પામવા ધ્યાનનો આત્મા અધિકારી થાય.
અજીવ તત્ત્વ | 175