________________
(૪) અનુત્કટીકા ભેદઃ વાંસ, શેરડી, લાકડી વગેરેને છોલવાથી થતાં ભેદને અનુત્કટીકા ભેદ કહેવાય. શેરડીનો ઉપયોગ બે રીતે થાય કાં તો રસ કાઢીને અને કાં તો ટુકડા કરીને. ટુકડા કરવામાં એની છાલ ઉતારવી પડે, ઘણા ફળ વગેરે એવા હોય કે છાલ એવી રીતે ઉતરે, એવા આકાર થાય ને આત્માને ગમી જાય. • બંધક મુનિની કરુણાની પરાકાષ્ટા
કોઠિબંડાની છાલ ૧૩ ક્રોડક વર્ષ પૂર્વે બંધક મુનિના આત્માએ ઉતારી, એ ગમી ગઈ એવા અનુબંધ પડ્યા કે આ કર્મ ઉદયમાં આવ્યું. આખા શરીરની જીવતા જ છાલ ઉતરવાનો પ્રસંગ આવ્યો ત્યારે હવે ઉદાસીન પરિણામે કાર્ય કરે. ખંધકમુનિ જિન શાસન પામેલા હોવાના કારણે કર્મોનાં ઉદયને કર્મોને ખપાવવાનો રૂડો અવસર માન્યો, કરુણાની પરાકાષ્ટા આવી, આત્મા પર પ્રેમ ઉછળી ગયો, મારાથી કોઈ આત્મા હવે પીડા ન પામી જાય તેથી મારાઓને કહે છે કે તમને પીડા ન થાય તેમ હું ઊભો રહું, કારણ મારા હાડકા કઠણ છે તેથી તમને વાગી ન જાય તે રીતે ઊભો રહું જેથી ચામડી ઉતારતા તમને પીડા ન થાય. આવા પરિણામમાં રહીને તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
શાક, ફળ વગેરેની છાલ ઉતારતા ઉપયોગ આવવો જોઈએ કે, આઠમા વર્ષે હાથમાં રજોહરણ લેવાનું હતું એ તક ગુમાવી તો આ ધંધો કરવાનો અવસર આવ્યો.
(૫) ઔત્કારિક ભેદ પોપડા રૂપે ઉખડે. શરીરની ચામડી, વૃદ્ધાવસ્થામાં જીર્ણ તથા પોપડા રુપે ઉખડે તેથી જરાવસ્થા જીવોને ગમતી નથી. આ બધા પુદ્ગલના પરિણામો છે. તેમાં રાગાદિ ભાવો થતાં આપણો આત્મા સ્વસ્વભાવથી ભેદાય છે.
રૂપાકારના પરાવર્તનથી જીવનનું પરાવર્તન કરતા:
અત્યંત સુશોભિત દિવાલ જે વિવિધ રંગ, ડિઝાઈન અને ચિત્રો વડે અત્યંત આકર્ષક દેખાય તે જ દિવાલમાંથી જ્યારે રંગના પોપડા ઉખેડવા મંડે ત્યારે તે દિવાલની શોભા ફરી જાય અને તે દિવાલ હવે કઢંગી લાગે. જર્જરિત દિવાલ જોઈ દષ્ટિ ત્યાં સ્થિર ન થાય અને તે દિવાલ સમારવાનું, રંગવાનું વગેરે વિચાર આવે. સુશોભિત દિવાલ જોઈ જે પૂર્વે રાગ થયોતેરાગને પોષવા દિવાલરંગવાદિના વિચાર આવે, પણ વિવેક પ્રગટ ન થાય કે પુદ્ગલ સ્વભાવ જ સડાપડન વિધ્વંસન અને પરાવર્તન છે. ગમે તેટલું કરો તો પણ તે તેના સ્વભાવ પ્રમાણે પરાવર્તન પામશે. 174 | નવ તત્ત્વ