________________
છૂટા પડવાનું નથી. જે આત્માઓ પર સાથે જોડાયેલા છે તેમને પરથી છૂટવાનું છે ને તે જ આત્માનું હિત છે. આત્મા પુદ્ગલના સંયોગ સાથે અનાદિકાળથી જોડાયેલો છે તેથી તેની સાથે તેને અભેદ પરિણામ થઈ ગયો છે એમાં ભેદ પાડવાનો છે. એની માટે પોતાના અને પુદ્ગલના દ્રવ્યના અસ્તિત્વનો નિર્ણય થાય અને રુચિનો પરિણામ સ્વ અસ્તિત્વમાં પ્રગટ થાય ત્યારે તે ધ્યાનનો અધિકારી બને. માટે જ ધ્યાનની શરૂઆત જ્ઞાની ભગવંતોએ પાંચમાં ગુણઠાણાથી બતાવી. આત્મા પુદ્ગલના સ્વભાવને ભોગવે છે અને ભ્રાંન્તિના કારણે આત્માને તેની પીડા સુખરૂપ લાગે છે. સર્વજ્ઞના શાસનમાં સંસારના તમામ વ્યવહારમાં ધ્યાનસ્થ બની શકે છે અને અભેદનો ભેદ કરી શકે છે. પણ જેને સ્વરૂપનું જ્ઞાન નથી તેવા આત્માઓ ગુફામાં બેસી જાય તો ય કાંઈ વળવાનું નથી, વાસ્તવિક ધ્યાન થવાનું નથી. તેમાં પરમાનંદની અનુભૂતિ ન થાય, માત્ર શુભ પ્રવૃત્તિને કારણે પુણ્ય બંધાય છે.
પ્રશાસી મોહના કારણે શુભ ભાવ આવી જાય પણ મોહના ક્ષયથી જ આત્મા આત્માનું વેદન કરી શકશે. વેદન એ આત્માનો સ્વભાવ છે અને પુદ્ગલના સ્વભાવનું વદન તે વેદના. પુદ્ગલના સ્વભાવને વેદતો હોય ત્યારે તે મોહના પરિણામ વિના વેદી જ ન શકે અને ત્યારે તે ભયંર પીડા ભોગવે અને ભાવિમાં પાછી વેદના અનંતગણી બંધાય. મિથ્યાત્વની હાજરી અને એમાં સુખની બુદ્ધિ છે માટે ભેગો આનંદ આવે અને એટલે અનુમોદના પણ થાય માટે કર્મો વધારે બંધાયા ને ઉદયમાં આવે ત્યારે ભયંકર વેદના અનુભવે. દા.ત. ગુલાબ જાંબુનો પિંડ જીભ ઉપર છે ત્યારે આત્મા જીભ વડે રસ અને સ્પર્શ બંનેને જાણે છે. જીભ કોમળ છે અને ગુલાબજાંબુનો સ્પર્શ પણ કોમળ છે અને રસ મધુર છે. કોમળતા અને રસનો આનંદ વેદતો હોય, સારી વસ્તુ ખાઈ રહ્યાનો આનંદ એ માન કષાયના ઘરનો છે. મિથ્યાત્વ એમાં સુખની બુદ્ધિ ઉભી કરે અને સુખરૂપ લાગવું એ માનકષાયનું કાર્ય છે. ચારિત્ર મોહનીય, રતિ મોહનીય, લોભ મોહનીય બધા જ એમાં ભળે છે. એ વસ્તુને મોઢામાં વધારે સમય રાખવાનું મન થાય તે લોભ મોહનીયનો ઉદય. ચારે કષાય એક બીજાની સાથે સંકળાયેલા છે એકની પ્રબળતા હોય પણ બાકીના ત્રણ પણ સાથે જ હોય. હું સુખી છું, બરોબર છું એમ સિક્કો માર્યો એટલે દ્રવ્ય ને ભાવ પીડા બંને બંધાય. સમ્યગદષ્ટિ એને હેય માને. દષ્ટિમાં આવે ત્યારથી હેય માને. સુધાવેદનીયના ઉદયે ખાવાનું પ્રયોજન આવે પણ ઈષ્ટ ખાવાનું મન થાય. કારણ 164 | નવ તત્ત્વ