________________
ભ્રાન્તિના કારણે પુદ્ગલમય કર્મકૃત શરીર અવસ્થાને પોતાની માની લેવાથી તેને શરીરમાં મમતાને કારણે મરવાનો, બળવાનો, કપાઈ જવાનો કે નાશ થવાનો ભય પ્રગટ થાય છે. જેની ભ્રાંતિ દૂર થાય અને આત્માના અસ્તિત્વની પ્રતીતિ-રુચિ પ્રગટ થાય અને અપૂર્વ વીર્ય સ્વમાં પરિણમાવે તો તેને કંઈ અસર થાય નહીં. જેમ ગજસુકુમાલ મુનિને ખેરના અંગારાની અસહ્ય શરીર વેદનાની અસર ન થઈ અને સમતા રસમાં મગ્ન બની ઘાતિ કર્મોનો નાશ કર્યો પણ પોતાના પરિણામોનો ભેદ ન થયો અને સ્વ પરિણામો અભેદ સ્વરૂપે થતાં પરિણામોની ધારા અખંડિત થવા વડે કેવલી થયા. આમ જીવ-દેહના ભેદ જ્ઞાન વડે જીવ, અજીવના સંયોગમાં ભેદાતા પામી પોતે પોતાના ગુણ અને સ્વરૂપમય અભેદતાને પામે ત્યારે જીવ જો અનાદિ સંયોગને સદા માટે ભેદી પોતે અભેદ્ય બને તો સદા માટે સંયોગ-વિયોગરૂપ જન્મ મરણનો અંત આવે. જુગામાં ભેદ પાંચ પ્રકારે (૧) ખંડભેદ (૨) પ્રતરભેદ (૩) ચૂર્ણિકાભેદ
(૪) અનુત્કટિકા ભેદ (૫) ઔત્કારિક ભેદ. ૧) ખંડ ભેદ: જેમ લોખંડને કાપો તો જે ટુકડા થાય તે ચોક્કસ આકારના જ થાય,
જેમ શેરડીને કાપો એના ટુકડા થાય ગંડેરી થઈ. જેમ ગમો વધતો ગયો તેમ સમતામાં ખંડ ભેદ થતો ગયો. એક બાજુ જેમ કલિંગર, કેરી વગેરેની છાલ ઉતારતા હોય અને સરખા ચીરીયા પડતા જાય અને તેમાં ગમો વધતો જાય તેમ તેમ અંદર સમતાના ચીરા થતા જાય પણ સાધક આત્મા સાવધાન હોય તો તે કર્મોના ચીરા કરતો જાય, મનુષ્ય ભવમાં આ ધંધા ક્યાં સુધી કરવાના, આવા પાપ ક્યાં સુધી કરવાના? વગેરે વિચાર કરવાના છે. જે પાત્રને એ આપવાનું થાય છે એ પાત્ર આપણા હૃદયમાં ઘુસી જશે ને અને આપણે તેમાં રાગથી ઘુસી જશું તો પ્રભુ ગાયબ થઈ જશે અર્થાત્ આપણે રાગથી પાત્રની સાથે બંધાઈ જવાનું થાય. સમ્યગ્દષ્ટિની તમામ ક્રિયા ઉપયોગવાળી હોય. શાક સમારવું પડે, ફુટ સમારવું પડે તેમાં તત્ત્વ દષ્ટિથી વિચારે પુદ્ગલનો સ્વભાવ ટુકડા થવાનો, તારો સ્વભાવ માત્ર તેમાં જ્ઞાતા બનવાનો છે પણ તેમાં ભળવાનો નથી. સિદ્ધોના આત્મા સદા માટે પોતાની સાથે જોડાયેલા છે અને એમને કોઈનાથી
અજીવ તત્વ | 163