________________
(૩) ભેદ પરિણામ:
ભેદ પરિણામ પુદ્ગલમાં જ થાય. બીજા દ્રવ્યમાં ન થાય.
I દ્િવ-સૌણ્ય, શૌત્ન-સંસ્થાનभेद तमश्छायाऽऽतपोद्योतवन्तश्च॥
(તત્વાર્થ સૂત્ર-પ-૨૪) તત્વાર્થ સૂત્રમાં પુદ્ગલના શબ્દ, બન્ધ, સૂક્ષ્મ, સ્થલ સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોતાદિ પરિણામો કહ્યા છે. પરમાણુઓ બે થી માંડી સંખ્યાત, અસંખ્યાત, અનંત કે અનંતાનંત સમૂહરૂપ નાના, મોટા સ્કંધો રૂપે બન્ધ થાય અને તે સ્કલ્પરૂપે થયેલા બંધ તે સંખ્યાત કે અસંખ્યાતકાળ રહે પછી પાછા છૂટા પડે અર્થાત્ તેનો ભેદ થાય.
પરમાણુમાંથી બનેલો સ્કંધ પરિવર્તનશીલ છે અર્થાત્ સ્કંધનો વિનાશી સ્વભાવ છે. પરમાણુમાં રહેલા વર્ણગંધાદિનું પરાવર્તન થયા કરે તથા સ્કંધમાં જોડાયેલા અણુઓ સતત ભેદ-છૂટા પડ્યા કરે.
ભેદ પરિણામને કારણે આત્મા પર જે કર્મો બંધાય તે પણ વધારેમાં વધારે અસંખ્યાતકાળ સુધી જ રહી શકે પછી તે ઉદયમાં આવી ખરી પડે. જો નિર્જરારૂપે ન થાય તો બીજા નવા કર્મો બંધાય. જ્યારે આત્મા સ્વભાવમાં ન હોય ત્યારે આશ્રવ પરિણામને કારણે સતત નવા કર્મોનો બંધ ચાલુ રહે અને જૂના ઉદયમાં આવતા ખરતા જાય. જે પરમાણુઓનો સ્કંધ અનંતાનંત જથ્થારૂપે હોય છતાં જો સૂક્ષ્મ પરિણામી હોય તો ઇંદ્રિયગોચર ન બને. વિશિષ્ટ જ્ઞાનીનો (અવધિ, કેવલી) વિષય બને. સૂક્ષ્મ પરિણામી સ્કંધો બાદર પરિણામે થાય તો અનુભવનો કે ઈન્દ્રિયનો વિષય બને. અવધિજ્ઞાની કે કેવલી ભગવંત આયુષ્ય કર્મ બંધાયું કે નહીં તે કહી શકે. મનઃ પર્યવજ્ઞાની સૂક્ષ્મ મનોવર્ગણા જોઈ શકે પણ અરૂપી આત્માને ન જોઈ શકે. તે માત્ર કેવલી જ જોઈ-જાણી શકે પણ તેના અનંતના ભાગનું જ કહી શકે. ૧૪ પૂર્વીઓ, શ્રત કેવલી કહેવાય. શ્રુતના આધારે કેવલિ જેટલું કહી શકે તેટલું શ્રત કેવલિ કહી શકે પણ સાક્ષાત્ જોઈ ન શકે. જ્યોતિષો પણ શ્રુતના આધારે જ ભવિષ્ય ભાખે છે. તે અનુભવ-અનુમાન જ્ઞાન હોય છે.
અજીવ તત્વ | 157