________________
પ્રવૃતિ કરનારા હોય. પરમાત્માથી બતાવાયેલા તેજાલેશ્યા સિદ્ધ કરવા. ગોશાળો પરમાત્માથી જુદા વિચરી તેજોલેશ્યાની સાધના કરી અને સિદ્ધ કરી અને તે જ તેજો વેશ્યા પ્રભુ પર છોડી. અને તે તેજોલેશ્યા પરમાત્માને પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળામાં પ્રવેશી ગઈ. ૭ દિવસ સુધી એણે ભયંકર પીડા ભોગવી. અકામ નિર્જરા દ્વારા એની કર્મલધુતા થવાથી એને સાચો પશ્ચાતાપ થયો ને તેને સમકિતની પ્રાપ્તિ થઈ એટલે એણે પોતાના શિષ્યોને કહ્યું કે મારા શબને દોરડા વડે બાંધીને નગરની ગલીઓમાં ફેરવજો, થંકજો ને જાહેર કરજો કે ગોશાળો જિન ન હતો સાચા સર્વજ્ઞ તો મહાવીર છે. આમ સમક્તિ પ્રાપ્તિના કારણે ગોશાળો દેવલોકમાં ગયો. પ્રભુ સમક્તિ પ્રાપ્તિમાં નિમિત્ત બન્યા.
આત્મામાં અસ્થિરતાનું કારણ શું?
આત્માનું જોડાણ બે પ્રકારનું છે- સંયોગ સંબંધ અને તાદાભ્ય સંબંધતેમાં સંયોગ સંબંધ અસ્થિરતાવાળું હોવાથી આત્મામાં અસ્થિરતા પેદા કરે છે. તાદાત્મ સંબંધ અનાદિકાળથી આત્મામાં રહેલા સત્તાગત જ્ઞાનાદિ ગુણનાં સંબંધરૂપ છે. તે સ્થિર સ્વભાવવાળો છે છતાં આત્મા તે ગુણોનો પૂર્ણ અનુભવ કેમ કરી શકતો નથી? કારણ પરનો સંયોગ છે તે અસ્થિર છે. પરિવર્તનના સ્વભાવવાળો છે. પરનો સંયોગ દૂર ન થાય ત્યાં સુધી આત્મા સ્થિરતા પ્રાપ્ત કરી શકે તેમ નથી. પુદ્ગલ ક્યારે પણ સ્થિર ન રહે. આપણી વર્તમાનમાં બે અસ્થિરતા છે યોગ ને ઉપયોગ. પર સંયોગના કારણે સ્વરૂપની અસ્થિરતા રહેવાની ક્યાં સુધી આત્મા યોગથી પૂર્ણ મુક્ત ન થાય ત્યાં સુધી સ્વરૂપથી પૂર્ણ ન થાય અને મોહને પૂર્ણ છોડે નહીં ત્યાં સુધી સ્વભાવની સ્થિરતા પૂર્ણ થતી નથી. આત્માના પ્રદેશો પ્રસંગ છે ને સ્થિર છે, પણ વર્તમાનમાં મોહ અને યોગના કારણે એ અસ્થિર છે. વીર્ય જ્યાં સુધી પુદ્ગોને ગ્રહણ કરે, પરિણમન કરે, વિસર્જન કરે ત્યાં સુધી અસ્થિરતા રહેવાની છે. મનુષ્ય ભવમાં સ્વભાવ ને સ્વરૂપની સ્થિરતા માટે બે કાર્યો કરવાના છે. સંપૂર્ણ મોહથી મુક્તિ અને યોગની મુક્તિ. બહારમાં આપણે ગમે તેટલા સ્થિરતાના પ્રયત્નો કરીએ પણ તે સ્થિર થવાના નથી. ગમે તેટલા મજબૂત ઘર વગેરે બાંધીએ કે સંસારમાં કઈ રીતે સેટ થઈ જઈએ એ જ આપણું લક્ષ છે, પણ ત્યાં કદી સેટ થઈ શકાતું જ નથી. સેટ આત્મામાં થવાનું છે. સ્વભાવમાં સેટ થાય તે સ્વરૂપમાં સેટ થઈ જાય. સ્વભાવ ને સ્વરૂપ બંને ભિન્ન છે. 154 | નવ તત્ત્વ