________________
કહેવાય. આત્મપ્રદેશો વિસ્તૃત થતાં તેજસ-કાશ્મણ શરીર પણ વિસ્તૃત થાય અને આત્મપ્રદેશો સંકોચાતા એ બેઉ શરીરનું પણ સંકોચન થાય. કેવલી સમુહ્વાતમાં આયુષ્ય કરતા નામ-ગોત્ર અને વેદનીયના જે વધારે કર્મ હોય તે ખરી પડે. આત્મા પોતાનો આનંદ કેમ વેદી શકતો નથીઃ
આત્મા પરથી નિઃસંગ બને અને પોતાના ગુણોની સાથે સંગવાળો બને તો પોતાનામાં રહેલા પરમ આનંદને વેદી શકે, પણ પરના સંગવાળો બને તો આનંદ દબાઈ જાય ને પીડા ને વેદ. પીડા બે પ્રકારની છે દ્રવ્યપીડા ને ભાવપીડા, એ ભિન્ન ભિન્ન સ્વરૂપે લાગણી રૂપે થાય છે. આત્મા જ્યારે લાગણી વગરનો હોય ત્યારે તે વીતરાગ સ્વરૂપે છે. મોહનો ઉદય થાય ત્યારે આનંદ દબાય ને લાગણીઓ ઉભી થાય ત્યારે આત્મા સ્થિતપ્રજ્ઞ સ્વરૂપે રહી શકતો નથી. પરનાં સ્વભાવ રૂપે થવું તે જ લાગણી. લાગણી થવાનું કારણ શું? જ્યાં સુધી પોતાના સ્વભાવનો નિર્ણય નથી ત્યાં સુધી એ પરના સ્વભાવ સાથે જોડાયેલો છે. દ્રવ્ય પીડાથી અવ્યાબાધ ગુણ દબાયો. આત્માનું સ્વરૂપ જ એવું છે કે એને કોઈપણ દ્રવ્યથી પીડા થાય જ નહીં પણ પર સંયોગ છે ત્યાં સુધી દ્રવ્ય પીડા છે. સિદ્ધના જીવોને દ્રવ્ય પીડા પણ નથી. સિદ્ધશીલા એ સ્ફટિકમય સ્થાવરકાયની બનેલી છે. ત્યાં બહાર સ્થાવરકાય જીવો રહેલા છે. સિદ્ધશીલા ને લોકાંતની વચ્ચે એક યોજનાનું આંતર છે. ને ૩૩૩ ૧, ધનુષ સુધી (૫૦૦ ધનુષની કાયાવાળો) ના આકાશ પ્રદેશમાં આત્મ પ્રદેશો રહેલા છે ત્યાં જ અનંતા બીજા આત્માઓ એક સાથે રહેલા છે. ત્યાં કોઈને કોઈની (એક બીજાની) નડતર નથી. એકબીજામાં સમાઈને રહ્યા છે છતાં બધા જ આત્માઓ સ્વતંત્ર છે.
આકાશ એક અખંડ દ્રવ્ય છે. લોક અને અલોક એમ બે વિભાગ પાડવાનું કારણ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય છે. તે બંને માત્ર લોકમાં જ છે અલોકમાં નથી. તે જીવ ને પુદ્ગલને ગતિ ને સ્થિતિમાં સહાયક બને છે. જીવ ઊર્ધ્વગતિ સ્વભાવના કારણે અલોકમાં પણ જઈ શકે પણ એને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય અલોકમાં ન હોવાથી તે ત્યાં ગતિ કરી શકતો નથી. આથી લોકાંતપર અનાદિકાળ સુધી સ્થિર રહેશે. પર સંયોગી જયાં લગે આતમા સંસારી કહેવાય જ્યાં સુધી પરના સંયોગમાં આપણે રહીશું ત્યાં સુધી સંસારી અને ત્યાં સુધી પીડા પામવાના. સર્વજ્ઞની વાતમાં ક્યાંય વિપર્યાલ નહીં આવે. સિદ્ધનો આત્મા જ્યાં રહેલો છે ત્યાં પણ પુદ્ગલ વર્ગણા રહેલી છે છતાં તે ગ્રહણ કરતા નથી.
148 | નવ તત્ત્વ