________________
થાય, જેટલો વિરકત ભાવ તેટલો કર્મબંધ ઓછો થાય. આ બધો પુદ્ગલનો સબંધ છે અને આત્માના એ સંબંધો તો છે જ નહીં. પણ પુદ્ગલનો સંયોગ
થયો ને એનો સ્વભાવ આત્માએ ગ્રહણ કરી લીધો માટે કર્મ બંધ થયો. ઘ) સર્વ સંહનન બંધ : દૂધમાં પાણીનું મેળવવું તે. મેળવવા છતાં પાણીનું જૂદું
અસ્તિત્વ દેખાય નહીં. બન્ને દ્રવ્યો ચીકાશવાળા છે પણ બન્ને પાછા જુદા થવાના સ્વભાવવાળા છે. જો દૂધને ગરમ કરવામાં આવે તો પાણી છૂટું પડી જાય. સંયોગ સંબંધ છે. તાદાભ્ય સંબંધવાળા નથી. પર સાથે છૂટા થઈ જવું ને સ્વ આત્મા સાથે જોડાઈ જવું એ જ મોક્ષમાર્ગ છે. સ્વભાવમાં રમણતાના બદલે આત્માની પરમાં ભ્રમણતા થઈ રહી છે તેને હવે બંધ કરીને સ્વમાં રમણતા કરવી એ જ જિનની પરમ આજ્ઞા છે. પરના સંયોગના કારણે આત્માની સ્થિરતા ગઈ ને ભ્રમણ શરૂ થયું છે તેને હવે છોડવાનું છે ને સ્થિરતાને મેળવવાની છે. તે માટે જ્ઞાની ભગવંતોએ ભેદજ્ઞાન કરવાનું કહ્યું છે ને તે માટે નવતત્ત્વમાં પરિણામિ જીવ મુક્ત ગાથા મૂકવામાં આવી છે. તમામ દ્રવ્યોનો મૂળભૂત સ્વભાવ એ જ છે કે પર દ્રવ્યમાં પોતાના સ્વભાવને છોડીને પ્રવેશ કરે નહીં, સ્વભાવને છોડયા વિના પરસ્પર એક બીજાને સહાયક બને છે. સિદ્ધ સિવાયના તમામ સંસારી આત્માઓને કર્મના કારણે કાયાનો વિકાર પ્રાપ્ત થયો છે. કષાયને વશ થયેલા તેવા આત્માઓ સ્વભાવ પ્રમાણે પૂર્ણ વર્તી શકતા નથી. કેવલી ભગવંતો કાયામાં છે ને તેમને અઘાતિ કર્મનો ઉદય છે. છતાં તેમને પૂર્ણ ભાવ છે અને તેઓ પોતાના સ્વભાવમાં પૂર્ણ વર્તી શકે છે કારણ કષાયનો-(મોહનો) સર્વથા અભાવ છે તેથી તે આત્માઓ પૂર્ણ રીતે સ્વભાવપણે વર્તી રહ્યા છે. એમને પુદ્ગલની આધીનતા નથી. આત્મા પરથી મોહના શાસનને હટાવવા માટે જ પરમાત્માએ જિનશાસનની સ્થાપના કરી અને તેની માટે જ તત્વનો પરિચય કર એ આજ્ઞા મૂકી. જગતના જીવ માત્રનું ધ્યેય તો સુખી થવાનું જ છે. કોઈ આત્મા પીડા કે દુઃખને ઈચ્છતો નથી પરમાત્મા પણ જગતના જીવો સુખી થાય તેવું જ ઈચ્છે છે. માટે જ “સવિ જીવા કરું શાસનરસી' ની ભાવના ભાવી. પરમાત્માને જ્યારે નિર્મળ વરબોધિરૂપ સમ્યગ્રદર્શન થાય ત્યારે તે એ કારણે આ ભાવના ભાવે છે. જિન શાસનને પામીને આત્મા તેવા પ્રયત્નો કરે જેથી એકાંત હિત થાય. આવું શાસન છે છતાં
વાડાબંધી, નાકાબંધી દ્વારા જીવ શાસનને પામીને પણ હિતને બદલે આત્માનું 146 | નવ તત્ત્વ